કૃષિ ક્ષેત્રે ખેડૂતો આત્મનિર્ભર બને હેતુસર રાજ્ય સરકાર દ્રારા કરોડા પેકેજની ઘોષણા કરી છે. જેનાં થકી ખેડૂતોને ખેતી કરવા માટેની તમામ જરૂરીયાતને સરળતાથી પૂરી કરી શકે તે માટે વિવિધ ધિરાણની યોજના બનાવવામાં આવી છે. જેમાં રાજ્યનાં ખેડૂતોને શૂન્ય ટકા વ્યાજના દરે ધિરાણ અને પાક ધિરાણ પર ભારત સરકાર દ્રારા ૩ ટકા અને રાજ્ય સરકારે 4 ટકાના વ્યાજ ચૂકવવાની ઘોષણા કરી છે. જેમાં 24 લાખથી વધુ ખેડૂતોને રૂ.410 કરોડની વ્યાજ સહાય પૂરી પાડવામાં આવશે.
કૃષિ અર્થવ્યવસ્થાને વેગ આપવા અને વધુ મજબૂત બનાવવા અર્થે રાજ્ય સરકાર દ્રારા વિવિધ યોજનાઓ અમલીકરણ કરવામાં આવી છે. જેનાં થકી ઘણાં બધાં ખેડૂતો તેનો લાભ મેળવી કૃષિ ક્ષેત્રે પ્રગતી કરી રહ્યાં છે. ત્યારે સરકાર દ્રારા કૃષિ ક્ષેત્રે આત્મનિર્ભર બનવા માટે રૂ.1190 કરોડના પેકેજની જાહેરાત કરવામાં આવી છે. આ પેકેજની જાહેરાતથી ખેડૂતોને ક્યાં ક્યાં ફાયદાઓ થશે તેની જાણકારી મેળવીએ.
દેશી ગાય આધારિત ખેતી
દેશી ગાય આધારિત ખેતી ક્ષેત્રે વેગ મળે અને ગાય આધારિત ખેતી વધુને વધુ કરે તે માટે ખેડૂતોને પ્રતિમાસ રૂ.900 લેખે વાર્ષિક રૂ.10,800ની આર્થિક સહાય કરવામાં આવશે. જેમાં કુલ 61,574 ખેડૂતોને રૂ.66.50 કરોડની સહાય પૂરી પાડવામાં આવશે.
નિર્દશન કીટમાં 75 ટકા સહાય
કૃષિ અર્ધતંત્રને વેગ આપવા માટે સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ થકી કૃષિને જીવામૃત બનાવવા માટે લાભાર્થીઓને નિદર્શન કીટમાં 75 ટકા સહાય આપવામાં આવશે. જેમાં એક લાખથી ખેડૂતોને રૂ.13.50 કરોડની સહાય પૂરી પાડવામાં આવશે.
મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના
ખેડૂતોને પોતાના ખેતરામાં પાકનો સંગ્રહ કરવાં માટે સરકાર દ્રારા સહાય આપવામાં આવે છે. જેમાં ખેડૂતો પોતાના જ ખેતરમાં એક ગોડાઉન બનાવીને તેમા જરૂર માલ સામન અથવા પાકનો સંગ્રહ કરી શકે છે. જેથી ખેતરોને ખેતરમાં નાના ગોડાઉન બનાવવા માટે એકમ દીઠ રૂ.50ની સહાય પૂરી પાડવામાં આવે છે. આ યોજના થકી 56000 લાખથી વધુ ખેડૂતોને રૂ.280 કરોડની સહાય આપવામાં આવશે.
વાહનની ખરીદી માટે સહાય
ખેડૂતોએ ઉપજેલા પાલની હેરફેર માટે અને હળવી વસ્તુને સહેલાયથી લઈ મુકી શકાય તે માટે વાહનનો ખરીદી માટે રૂ.50,000થી 75,000 સુધીની સહાય આપવામાં આવે છે. જેનાં થકી પાંચ હજાર જેટલા ખેડૂતોને રૂ.૩૦ કરોડના ખર્ચે સહાય પૂરી પાડવામાં આવશે.
મત્સ્ય ઉદ્યોગ માટે સાધન સામગ્રી
કૃષિ ક્ષેત્રની સાથે સાથે મત્સ્ય ઉધોગને પણ વેગ આપવા માટે સરકારી ઘણી યોજનાઓ બહાર પાડવામાં આવે છે. જેમાં મત્સ્ય ઉદ્યોગ માટે જરૂરી પડતા સાધનો માટેની સરકાર દ્રારા સહાય પૂરી પાડવામાં આવે છે. જેમાં ફીસિંગ નેટ, ફીસિંગ બોટ, મત્સ્ય બીજ વગેરે 40 ઈનપુટ સાધનો ખરીદવા માટે સહાય આપવામાં આવે છે. આમ જેનાં થકી એક લાખ માછીમારોને રૂ.200 કરોડની સહાય આપવામાં આવશે.