-
ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ સાહેબના જીવનની કેટલીક વાતો |
JainWorldNews
JainWorldNews | તેમના ગુરુનું નામ નયવિજયજી મહારાજ સાહેબ હતું. પૂજ્ય ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ સાહેબે એક વાર જ ભક્તામર સ્તોત્ર સાંભળીને તેમની માતાને કહી સંભળાવ્યું ત્યારે તેમની ઉંમર માત્ર સાત જ વર્ષની હતી.
આ પણ વાંચો : Sparsh Mahotsav માં મહારાજ સાહેબે કહ્યું : જૈન ભગવાન બની શકે છે
JainWorldNews | પૂજ્ય ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ સાહેબે કાશીમાં જઈ વિદ્યાભ્યાસ કર્યો હતો. તેમને અભ્યાસ મેળવ્યા બાદ ન્યાય વિષયના 108 ગ્રંથોની રચના કરી છે. જેથી તેમને ન્યાય વિશારદનું બિરુદ આપવામાં આવ્યું હતું. ઉપરાંત પૂજ્ય ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ સાહેબને સરસ્વતી માતાએ કાશીમાં ગંગા નદીના કિનારે દર્શન આપ્યા હતાં. અંતે પૂજ્ય ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ સાહેબ વિક્રમ સંવત 1743 માગસર સુદ 11માં ડભોઈ ખાતે કાળધર્મ પામ્યા હતાં.