શરીરમાં કેલ્સીયમની ઉણપ થવાથી શરીરના હાડક નબળા પડે છે. જેથી ક્યારેક નાની એવી ઠોકર અથવા માર વાગવાથી હાડકું ભાગી જતું હોય છે. ત્યારે નીચે પ્રમાણેની આયુર્વેદિક રીત અપનાવાથી તૂટી ગયેલું હાડકું સંધાવાની પ્રક્રિયા ઝડપી બને છે.
- બાવળનો ગુંદર મોમાં મૂકી સતત ચગળવાથી હાડકું સંધાવાની પ્રક્રિયા ઝડપી બને છે.
- લસણની કળી ઘીમાં સાતળીને ખાવાથી તૂંટેલું હાડકું જલ્દી સંધાય છે.
- શેકેલા ઘઉંનો લોટ મધ સાથે ચાટવાથી હાડકું જલ્દી સંધાય છે.
- હળદર, આંબા હળદર, સાજી, ગૂગળ, મેંદાલકડી, એળિયો, સરખે ભાગે વાટી ગરમ કરી તેનો લેપ કરવો.