WhatsApp નાં ગ્રૂપમાં એડ થવાં માટે એડમિન્સ દ્રારા આપવામાં આવેલ અથવાં શેર કરેલી લિંક થકી તે ગ્રૂપમાં જોઈન થઈ શકાય છે. ત્યારે વોટ્સએપ તેને લગતાં એક અલગ ફિચર પર કામ કરી રહ્યું છે. જેમાં એડમિન્સને આ લિંક્સની મદદથી ગ્રૂપ ચેટને કોણ શેર કરી શકે છે તે સીમિત કરવાની સુવિધા પૂરી પાડવામાં આવશે. તેવામાં આગામી અપડેટમાં માટે WhatsApp એક વિકલ્પ તરીકે એડમિનની મંજૂરી આપવા જઈ રહ્યું છે.
એડમિને આ ફીચરને મેન્યુઅલી ઓન કરવું પડશે જેથી કરીને અન્ય તમામ એડમિન્સ પણ પસંદ કરી શકે કે ગ્રૂપ ઇન્વાઇટ લિંકનો ઉપયોગ કરીને ચેટમાં કોણ પ્રવેશી શકે છે. ત્યારે આ ફિચર વોટ્સએપના મોટા ગ્રુપ માટે તે ફાયદાકારક રહેશે જ્યારે ફીચર ફેમિલી અને ફ્રેન્ડ્સના બનાવેલાં ગ્રુપને વધુ આકર્ષિત લાગશે નહિં. વોટ્સએપના ગ્રૂપ સેટિંગમાં આપવામાં આવેલાં આ ફીચરને એપમાં ગ્રુપ મેમ્બરશિપ એપ્રુવલ તરીકે જોવા મળશે. જો તમે એડમિન છો અને તમારી પાસે આ સુવિધા ચાલુ હોય તો તમારાં ગ્રુપ ચેટમાં જોડાવા માંગનારની તમને સૂચના મળશે. આ સાથે WhatsApp એ છ નવા જેન્ડર ન્યુટ્રલ ઇમોજીસ રજૂ કરી રહ્યું છે.
જો કે, આ ફિચર WhatsApp માં ક્યારે આવશે તેવી સ્પષ્ટ થઈ નથી. હાલમાં જ વોટ્સએપ પર પણ કેટલાક ફેરફારો જોવા મળ્યા છે, જેના હેઠળ હવે ગ્રુપ ચેટમાં 512 સભ્યો હોઈ શકે છે. આ સાથે WhatsApp મેસેજ રિએક્શન ફીચર પણ એડ કરવામાં આવ્યું છે.