Jain તીર્થસ્થાનોનો વહીવટ સંભાળતી શેઠ આણંદજી કલ્યાણજી પેઢી શું છે?
જૈન ધર્મની આસ્થા અને શ્રદ્ધા સાથે જોડાયેલી પેઢી એટલે શેઠ આણંદજી કલ્યાણજી પેઢી. આ પેઢીનું નિર્માણ 400 વર્ષ પહેલા કરવામાં આવ્યું હોવાનું જૈન સમાજના અગ્રણી દ્વારા જણાવવામાં આવ્યું હતું. પેઢીના નામની વાત કરીએ તો, આણંદજી કોઈ વ્યક્તિ ન હતા. પરંતુ આવું નામ પાછળ એક મહત્વપૂર્ણ ભાવ છૂપાયેલો છે. જેમાં સૌ કોઈ આનંદમય રહે અને બધાનું કલ્યાણ થાય તે હેતુથી આ પેઢીનું નામ પાડવામાં આવ્યું હતું. ઉપરાંત જૈન તીર્થ સ્થાનની રક્ષા અને વહીવટ સંભાળવા અર્થે આ પેઢી અસ્તિત્વમાં લાવવામાં આવી હતી. જેમાં 20થી વધુ તીર્થનો વહીવટ આ પેઢી દ્વારા રાખવામાં આવે છે. આગળ જણાવીએ તો, જૈન સમાજમાં કોઈ પ્રકારની સમસ્યા ઉદ્ભવે તો તેના નિરાકરણમાં આણંદજી કલ્યાણજી પેઢીનો મહત્વપૂર્ણ ભાગ હોય છે. આમ 400 વર્ષથી આ પેઢી અડિખમ ચાલતી આવે છે અને જૈન ધર્મના દરેખ પ્રશ્નોને વાંચા આપે છે.