રત્ન વર્લ્ડ શું છે? | Ratna World | Sparsh Mahotsav
સ્પર્શ મહોત્સવમાં રત્નસફારી ડોમ સૌ કોઇને આકર્ષણ જન્માવે એવું છે. રત્નસફારીમાં પ્રવેશતા જાણે પ્રકૃતિ સાથે જોડાઇ ગયા હોવ એવું અનુભૂતિ થાય છે. ચારેય બાજું લીલી વનસ્પતી અને પર્યાવરણીય થિમ જંગલને દર્શાવે છે. એ બાદ ટ્રેન શો તૈયાર કરાયો છે. ટ્રેનની આ સફરમાં બારીની બહાર જંગલ અને દરિયો અનુભવાય છે. એ બાદ જૈન વર્લ્ડની સફરમાં આચાર્ય રત્નસુંદરસૂરી મહારાજની જીવની દર્શાવાઇ છે. જૈન સમાજમાં જન્મેલ એક બાળક કેવી રીતે સરસ્વતી લબ્ધ અને રત્મસુંદરસૂરી મહારાજ બને છે. સાથો સાથ પહેલી વખત કોઇ સરકાર સામે ચાલીને આ મહાત્માને પદ્મભૂષણ એવોર્ડથી સન્માનિત કરે છે.