IPL-2022 પછી ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં ઘર આંગણે સાઉથ આફ્રિકા વિરૂદ્ધ ટી-20 સિરીઝ રમી રહ્યાં છે. જેથી Virat Kohli સહિતના મહત્વનાં ખેલાડીઓને BCCI એ આરામ કરવા જણાવ્યું છે. કોહલીએ પોતાના ટ્વીટર એકાઉન્ટમાં વેકેશન કરી રહ્યાની તસવીર મુકી હતી. જેમાં કોહલી બીચ પર આરામ ફરમાવી રહ્યાં હતાં.
ઈંગ્લેન્ડ ખાતે ભારતીય ટીમ પાંચ ટેસ્ટ મેચની સિરીઝની પાંચમી અને છેલ્લી ટેસ્ટ રમવા જવાની છે. જે 2021 માં રમાવામાં આવેલ ચાર ટેસ્ટ મેચ પૂર્ણ થયેલી. પછી કોરોના વાયરસના કારણે પાંચ મેચ યોજાઈ નથી. ત્યારે બાકી રહેલી પાંચમી અને અંતિમ મેચ આગામી મહિનામાં રમવાની છે. ત્યારે જુલાઈ મહિનામાં ભારત અને ઈંગ્લેન્ડની પાંચમી અને અંતિમ મેચ રમાશે. આ પછી ત્રણ ટી 20 અને વન ડે સિરીઝ રમાશે.
IPL 2022માં વિરાટ કોહલી જોઈ એટલું સારું પ્રદર્શન કરી શક્યો ન હતો. જેમાં કોહલીએ 16 મેચમાં 341 રન બનાવ્યાં હતાં. આ IPL માં કોહલી સૌથી વધુ રનની વાત કરીએ ગુજરાત ટાઇટન્ટમાં નોંધાવ્યાં હતાં. ઉપરાંત કોહલીએ બે અડધી સદિઓ ફટકારી હતી. IPL 2022 દરમિયાનમાં Virat Kohli પ્રથમ બોલ પર જ આઉટ થયો હોય તેવું ત્રણ વખત બન્યું હતું.