જૈન ધર્મમાં પ્રથમ તીર્થંકર ઋષભદેવ પરમાત્માએ દીક્ષા અંગીકાર કર્યા પછી લાભાંતરાય કર્મનો ઉદય થાય એ પહેલા 400 દિવસ સુધી એમને નિર્દોષ ભીક્ષાની પ્રાપ્તિ થઈ ન હતી. જેના કારણે ભગવાન ઋષભદેવે દીક્ષા લીધી એ દિવસથી 400 દિવસ સુધી નિર્જલ ઉપવાસ કર્યો હતો. માટે આવા મહાન તપની સ્મૃતિમાં વર્ષીતપ એટલે કે સંવત્સર તપ કરવામાં આવે છે. ઋષભદેવ ભગવાને 400 ઉપવાસ એક જ સાથે કર્યા હતા. પરંતુ વર્તમાનમાં સંઘયણ બળનો અભાવ હોવાથી 400 ઉપવાસ કરવા સંભવ નથી. આ શિવાય એકાંતર ઉપવાસ કરીને 400 દિવસમાં આ ઉપવાસની સમાપ્તિ થઈ શકે છે.
હવે વાત કરીએ કે, આ તપની શરૂઆત ક્યારે થઈ હતી. તો આપને જણાવી દઈએ કે ચૈત્ર કૃષ્ણા અષ્ઠમીથી આ તપનો પ્રારંભ થયો હતો. એવું માનવામાં આવે છે કે, આ તપનો પ્રારંભ ઉપવાસ અને છઠ્ઠથી થાય છે. આ પછી 400 દિવસ સુધી એટલે કે 13 મહિના અને 11 દિવસ સુધી એકાંતર ઉપવાસ અથવા પારણામાં ઓછામાં ઓછું બિયાસણા કરવામાં આવે છે. ખાસ કરીને આ તપ શરૂ હોય ત્યારે એક સાથે સતત બે દિવસ સુધી ખાઈ શકાતુ નથી.
- ત્રણ ચાતુર્માસીના દિવસે છઠ્ઠ કરવી જોઈએ અને પ્રતિ ચતુર્દશીના દિવસે ઉપવાસ કરવાનો હોય છે. આ પ્રકારે તેમાં આગળ પાછળ એમ છઠ્ઠ વગેરે કરવાનું હોય છે.
- તપ કરતી વખતે શ્રી ઋષભદેવ નાથાય નમઃ પદનો 2000 વખત જાપ કરવામાં આવે છે.
- દરરોજ સવારે સાંજ પ્રતિક્રમણ, બ્રહ્મચર્યનું પાલન, 12 સ્વસ્તિક, 12 ખમાસમણ વગેરે વિધિનું પાનલ કરવાનું હોય છે.
- આ તપ કરવાથી પૂર્ણાહુતિ અક્ષય તૃતીયા વૈશાખ શુક્લા ત્રણ દિવસ માટે કરવામાં આવે છે.
- આ તપની પૂર્ણાહુતિ અક્ષય તૃતીય વૈશાખ શુક્લ ત્રણ દિવસમાં થાય છે અને તે દિવસે ખાંડના પાણીથી ઠામ ચોવિહાર એકાશના કરવાના હોય છે.