-
પાચનશક્તિ વધુ મજબૂત બનાવવા માટે દરરોજ કરો વજ્રાસન આસન
યોગ અને કસરત કરવાથી વ્યક્તિ પોતાના શરીરને સ્વસ્થ રાખી શકે છે. દરરોજ યોગ કરવાથી આપણું સ્વસ્થ્ય સારું રહે છે. ત્યારે યોગ અને આસનો કરવાથી શરીરમાં કોઈ બીમારી પ્રવેશ કરતી નથી અને તેનાથી ઘણા બધા ફાયદાઓ થતાં હોય છે. એટલે જ કહેવાય છે ને કે, રોગ ભગાવે યોગ. આમ દરરોજ નિત્તક્રમ મુજબ યોગ કરવાથી શરીર સુંદર, સ્વસ્થ અને લચેલું બને છે. ત્યારે ક્યાં યોગ કરવાથી શું લાભ થશે અને તેને વ્યવસ્થિત કરવાની રીત વિશે જાણકારી મેળવીએ.
વજ્રાસન :
આ આસન કરવાથી શરીર વજ્ર જેવું મજબૂત બને છે. માટે તેનું નામ વજ્રાસન રાખવામાં આવ્યું છે. વજ્રાસન બેસીને કરવાના આસનમાનું એક છે.
વજ્રાસન કરવાની રીત :
- સૌપ્રથમ નીચે બેસીને પગને ફોટોમાં જણાવ્યાં પ્રમાણે આગળ રાખવાં.
- પછી શ્વાસ ભરીને પગને ઘૂંટણમાંથી વાળીને ટટ્ટાર બેસવું.
- ત્યારબાદ બંને હાથને ઘૂંટણ પર મુકવા.
- આ સ્થિતિમા કર્યાબાદ થોડા સમય માટે આંખો બંધ રાખવી.
- અંતે આસનની વિપરીત ક્રમતી મૂળ સ્થિતિમાં આવો.
વજ્રાસનના ફાયદા :
- પગના પંજાથી માંડીને સાથળ સુધીના તમામ સ્નાયુઓ ખૂબ મજબૂત થાય છે.
- પાચનશક્તિમાં વધારો થાય છે. સાથે પાચન અવયવોની ક્ષમતામાં પણ વધારો થાય છે.
- શરીરમાં સ્થિરતા આવે છે અને મન સાંત રહે છે.
- ઉપરાંત ધ્યાનમાં બેસવા માટે આસન ઉપયોગી છે.
ધ્યાનમાં રાખવાની બાબતો :
- જમ્યાં પછી પણ કરવામાં આવતું આ એકમાત્ર આસન છે.
- ખાસ કરીને આસન કરતી વખતે કમર સીધી રાખવી.
- બંને પગ એકબીજા પર ચડે નહિં એ ધ્યાન રાખવું.