અમદાવાદ શહેરની પ્રખ્યાત વી.એસ. હોસ્પિટલ કેટલાય સમયથી જર્જરિત હાલત હોવાનું જાણવા મળ્યું છે. તેવામાં હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગના દિવાલની છત ઘરાશાયી થવાની ઘટના આજે બની હોવાનું સામે આવ્યું છે. સદ નશીબે મોટી દુર્ઘટના થતા રહી ગયેલી. વી.એસ.હોસ્પિટલની હાલત ખૂબ જ દયનીય છે. જેને અનેક દિવાલો જર્જરિત હાલતમાં હોવાથી દર્દીઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. અમદાવાદ શહેરની બીજા નંબરની મોટી હોસ્પિટલમાંની એક આ હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગના રૂમની છત તૂટી પડતા અનેક સવાલો ઉઠી રહ્યા છે. આવી સ્થિતિમાં દર્દીઓને પોતાના જાનનું જોખમ રહે છે.
દર્દીઓએ જણાવ્યું હતું કે, અહી જો છત પડશે તો અમારા જીવને જોખમ છે. માટે અહીથી કોઈ અન્ય જગ્યાએ ટ્રાન્સફર કરવામાં આવે તો સારુ. આગળ જણાવ્યું હતું કે, આ જર્જરિત બિલ્ડિંગ ગમે ત્યારે પડે એવી હાલતમાં છે. જેથી અમારી જાનને જોખમ રહે છે. જ્યારે ઓર્થોપેડીક વિભાગની જર્જરિત છત નીચે દર્દીઓ દાખલ હતા.
મેયર કિરીટ પરમારે જણાવ્યું કે, AMC દ્વારા આ હોસ્પિટલનો તમામ ખર્ચ ઉપડાવામાં આવે છે. આ સાથે નોંધ્યું હતું કે, કોર્પોરેશન એ LG અને શારદાબેન હોસ્પિટલને પણ નવી બનાવી રહી છે. ઉપરાંત વી.એસ. હોસ્પિટલ નવી બનાવવા માટેની તમામ પ્રક્રિયા પૂર્ણ થઈ છે. વી.એસ. હોસ્પિટલ નવી બનાવવાનો મામલો કોર્ટમાં શરુ હોવાથી કોર્ટના નિર્ણયને ધ્યાનમાં લઈને કામગીરી કરવામાં આવશે.
કોંગ્રેસના નેતા શહેઝાદ ખાન પઠાણે ભાજપ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, વી.એસ. હોસ્પિટલની હાલત એટલી ખરાબ છે કે ક્યારેય પણ તેમાં કાંઈ પણ થઈ શકે છે. બીજી તરફ SVP હોસ્પિટલના ભાવ એટલા બધા છે કે, સામાન્ય અને ગરીબ માણસ પણ ત્યા સારવાર ત્યા જવાનું પણ વિચારતો નથી. આમ ગરીબ વિરોધી ભારતીય જનતા પાર્ટીની માનસિક્તા છે.