અમદાવાદામાં 15 જાન્યુઆરીથી સ્પર્શ મહોત્સવ યોજાયો છે. મહોત્સવના ત્રણ દિવસ થયા છે.
અમદાવાદના GMDC માં 15મી જાન્યુઆરીથી સ્પર્શ મહોત્સવનું આયોજન થયું છે. સ્પર્શ મહોત્સવના ઉદ્ધાટન પહેલા RSS ના વડા મોહન ભાગવતે સ્પર્શ મહોત્સવની મુલાકાત લીધી હતી. જ્યારે સ્પર્શ મહોત્સવનું ઉદ્ધાટન ગૃહમંત્રી અમિત શાહ દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારે આવતી કાલે 19 જાન્યુઆરીના રોજ દેશના કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સવારે 10.30 વાગ્યે સ્પર્શ મહોત્સવની મુલાકાત લેશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીની ઉપસ્થિતિમાં તેમના દ્વારા 5 કરોડથી વધુ રકમના જીવદયાની રાશિના ચેકનું વિતરણ કરવામાં આવશે.