-
Siddhant Veer Suryavanshi જીમ કરી રહ્યા હતા અને અચાનક થયું નિધન.
ટીવી એક્ટર Siddhant Veer Suryavanshi નું 46 વર્ષની વયે થયું અવસાન. મળતી માહિતી અનુસાર શુક્રવારે સવારે Siddhant Veer Suryavanshi જીમમાં વર્કઆઉટ કરી રહ્યા હતા. આ દરમિયાન અચાનક જ એમનું નિધન થયું હતું. જો કે જિમમાંથી એમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતાં. સિદ્ધાંતને ડોક્ટરોએ બચાવવાનો પૂરો પ્રયાસ કર્યો હતો પણ તેઓ નિષ્ફળ રહ્યા હતા.જિમમાં વર્કઆઉટ કરી રહ્યા હોય અને અચાનક એમનું અવસાન થયું હોય તેવું રાજુ શ્રીવાસ્તવ અને દિપેશ ભાન પછી આ ત્રીજું અવસાન થયું.
અભિનેતા Siddhant Veer Suryavanshi એ ‘કુસુમ’, ‘વારિસ’ અને ‘સૂર્યપુત્ર કરણ’ જેવી સિરિયલોમાં રોલ કર્યો છે. આ દુઃખદ સમાચાર ટીવી એક્ટર જય ભાનુશાળીએ તેમના ફેન્સને આપ્યા હતાં.