IPL માં એન્ટ્રી મારવાની સાથે જ ગુજરાત ટાઈટન્સે જોરદાર પ્રદર્શન કર્યું હતું. ત્યારે IPL ની 15માં સિઝનમાં ગુજરાત ટાઈટન્સની કમાન હાર્દિક પંડ્યાને સોંપવામાં આવી હતી. આમ IPL 2022ની ફાઈનલામાં ગુજરાત ટાઈટન્સે રાજસ્થાન રોયલને હરાવીને પોતાની ભવ્ય જીત નોંધાવી હતી. આ સાથે સ્ટેડિયમમાં ઉપસ્થિત પ્રેક્ષકોએ ગુજરાત ટાઈટન્સના જીતની ખૂશી વ્યક્ત કરી હતી. પછી જ્યારે ગુજરાત ટાઈટન્સ વિજેતાં બન્યાંની ટ્રોફી હાર્દિક પંડ્યાએ આપવામાં આવી ત્યારે તેણે પોતાની ટીમનાં હાથી ટ્રોફી સોંપીને પોતે પાછળ જતો રહ્યો હતો.
ગુજરાત ટાઈટન્સના ઈન્સ્ટગ્રાણ એકાઉન્ટ પર ગુજરાત ટાઈટન્સના જીતની તસવીરો શેર કરવામાં આવી હતી. જેમાં હાર્દિક પંડ્યા માટે લાવેલાં કેક પર “ટ્રોફી આવી ગઈ, આવા દો!” લખવામાં આવ્યું હતું. પછી કેક કટિંગ કરીને ટીમની વિજયની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં રાશિદ ખાન અને મહોમ્મજ શમીએ હાર્દિકના ચહેરા પર કેક લગાવી હતી.
IPL 2022ના પૂર્ણાવતી પછી હાર્દિક પંડ્યાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ટ્રોફીની કેટલીક તસવીરો શેર કરતાં લખ્યું હતું કે, ચેમ્પિયન. આ અમે તમામે જે હાર્ડ વર્ક કર્યું તેનું પરિણામ છે. તમામ ખેલાડીઓ, સ્ટાફ અને ફેન્સને અભિનંદન.