શું તમે આવકવેરા નાં કાયદાની કલમ 148 વિશે જાણો છો?
સુપ્રીમ કોર્ટ તરફથી ઈન્કમટેક્સ વિભાગને મોટી રાહત મળી છે. જેમાં ત્રણ વર્ષ જૂના ટેક્સનાં કેસોને ફરીથી ખોલ્યાં છે. ત્યારે આવકવેરાની કલમ 148 હેઠળ 31 માર્ચ, 2021 પછી મોકલવામાં આવેલી નોટિસને સુપ્રીમ કોર્ટે માન્યતા આપી છે. જેમાં 1 એપ્રિલ, 2021 બાદ આવકવેરા વિભાગ દ્વારા લગભગ 90 હજાર રિએસેસમેન્ટ નોટિસ જારી કરાઈ હતી. આ નોટિસ 1 એપ્રિલ 2021 થી જૂન 2021 વચ્ચે મોકલી હતી. ત્યારે અલ્હાબાદ, બોમ્બે, કલકત્તા, દિલ્હી અને રાજસ્થાન હાઈકોર્ટમાં આ નોટિસને પડકારી તમામ હાઈકોર્ટે ખોટી ગણાવી હતી. આમ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો.
આવકવેરા નાં કાયદાની કલમ 148
આવકવેરા કાયદાની કલમ 148માં આવકવેરા અધિકારીને જૂના કર આકારણીને ફરીથી ખોલવાની પરવાનગી આપવામાં આવી છે. ત્યારે તેમને એવું લાગે કે, કોઈ સંજોગોમાં કેટલીક આવક દબાવી દેવાઈ છે તો તે જૂના કેસ ખોલીને તપાસ કરી શકે છે. કરદાતાઓના હિતોને વધુ સારી સુરક્ષા પૂરી પાડવા માટે ફાયનાન્સ એક્ટ 2021 દ્વારા કલમ 148A અમલમાં આવ્યો હતો. આ હેઠળ આવકવેરા અધિકારીએ પુન: આકારણીની નોટિસ જારી કરતા પહેલા વરિષ્ઠ અધિકારીઓની પરવાનગી લેવી પડશે. ત્યારે તેણે કરદાતાઓને સુવિધા આપી છે કે, તેઓને પહેલા સાંભળવામાં આવશે અને આવકવેરા અધિકારીએ કરદાતા તરફથી મળેલા જવાબને જોવાનું રહે છે.
સમગ્ર મામલાની સમજ
2021-22ના બજેટમાં એવું કહેવામાં આવ્યું હતું કે 3 વર્ષથી જૂના કે 3 વર્ષથી વધુ જૂના કેસો ખોલવાની પરવાનગી ન હતી. ત્યારે જેમને નોટિસ જાહેર કરવામાં આવી છે તેમાંથી ઘણાં એવા કરદાતાઓ માટે તે ફાયદાકારક હતી. વધુમાં જણાવીએ કે, આવકવેરા વિભાગે 1 એપ્રિલથી 30 જૂન વચ્ચે લગભગ 1 લાખ લોકોને જૂના કેસ ખોલવા માટે નોટિસ મોકલી હતી. આમ નોટિસ હેઠળ કેસ ખોલીને તપાસ કરવાની હતી. ત્યારબાદ કાર્યવાહી કરવામાં આવશે.