મહારાષ્ટ્રમાં ફરી એકવાર કોરોનાએ પોતાના પગ પેસારો કર્યો છે. ત્યારે બોલિવૂડ જગત સિતારાઓ એક પછી એક Covid ની ઝપેટમાં આવી રહ્યા છે. કાર્તિક આર્યન, આદિત્ય રોય કપૂર બાદ હવે Shah Rukh Khan પણ Corona Virus ની ઝપેટમાં ચડ્યો છે. હાલમાં જ બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર પણ કોવિડમાંથી સાજા થયા છે.
મળતી માહિતી પ્રમાણે એવું પણ જાણવા મળ્યું છેકે, બોલિવૂડ અભિનેત્રી કેટરિના કૈફ Corona પોઝિટિવ થતાં પતિ વિકી કૌશલ સાથે અબુ ધાબી જઈ ન હતી. કાર્તિક અને આદિત્ય રોય કપૂર પણ Covid Positive મળી આવ્યા છે. ત્યારે તાજેતરમાં અભિનેતા કાર્તિક આર્યન, તેના ચાહકોને ઇન્સ્ટાગ્રામ પર એક રમુજી કેપ્શન સાથે જણાવ્યું હતું કે, તે કોવિડ માટે પોઝિટિવ જોવા મળ્યો છે. પોતાની તસવીર શેર કરતા અભિનેતાએ લખ્યું કે, ‘બધું એટલું પોઝિટિવ થઈ રહ્યું હતું કે કોવિડ જીવ્યો નહીં.’ બીજી તરફ અભિનેતા આદિત્ય રોય કપૂર પણ કોરોના સંક્રમિત થઈ ગયો છે. તેણે પોતાને ક્વોરેન્ટાઈન કરી લીધા છે.
વર્કફ્રન્ટની વાત કરીએ તો તાજેતરમાં કિંગ ખાને ફિલ્મોમાં પરત ફરવાની જાહેરાત કરી છે. જ્યાં તેની ફિલ્મ ‘પઠાણ’, ‘ડંકી’ અને ‘જવાન’ આવી રહી છે. કેટરિના કૈફને પણ Corona નો ચેપ લાગ્યો છે. જોકે, અભિનેત્રીએ પોતાનો ક્વોરેન્ટાઈન પીરિયડ પૂરો કરી લીધો છે. કાર્તિક આર્યન, કેટરિના, આદિત્ય રોય કપૂર જેવા હિન્દી ફિલ્મોના કલાકારો Covid Positive આવ્યા બાદ શાહરૂખને વાયરસનો ચેપ લાગ્યો હોવાના સમાચાર આવ્યા છે. અહેવાલો અનુસાર, કેટરિના અબુ ધાબીમાં IIFA 2022 ઇવેન્ટમાં ભાગ લઈ શકી ન હતી કારણ કે તે કોવિડમાંથી સ્વસ્થ થઈ રહી છે.