ગુજરાતનાં અદભૂત ગણાતાં એવા વડોદરા જિલ્લાને નીહાળવો ખૂબ જ આવશ્યક છે. મહેલોનાં શહેર તરીકે ઓળખવામાં આવતાં વડોદરાનો રસપ્રદ ઈતિહાસ, જિલ્લામાં આવેલ પર્યટક શહેરો વિશે માહિતી તમને આ આર્ટિકલમાં ટૂકમાં પણ વિશેષ માહિતી પ્રદાન કરાશે. વડોદરા જિલ્લાની સફર કરવા ઈચ્છુક લોકોએ જરૂરથી આ આર્ટિકલ વાંચવો જોઈએ.
મહેલોનાં શહેર તરીકે ઓળખાતા વડોદરાને ઈ.સ. 1721માં પીલાજીરાવ ગાયકવાડે જીતીને મરાઠા શાસનની સ્થાપના કરી હતી. આમ વડોદરા ગાયકવાડ શાસનની રાજધાની હતી. ત્યારબાદ ઈ.સ. 1734માં વડોદરા ગાયકવાડ રાજાઓની રાજધેની બની હતી. વિશેષમાં વડોદરા જિલ્લા વિશે જણાવીએ તો, ગુજરાતનો સૌથી મોટો મહેલ લક્ષ્મીવિલાસ પેલેસ અને ગુજરાતની સૌથી મોટી લાઈબ્રેરી સેન્ટ્રલ લાઈબ્રેરી વડોદરા ખાતે આવેલી છે. આમ વડોદરાને ગુજરાતની સાંસ્કૃતિક નગરી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ સાથે વડોદરા જિલ્લામાં આવેલી અનેક જગ્યાઓ ઘણી પ્રચલિત છે. જેની વાત કરીએ તો, વડોદરામાં આવલી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફાઈન આર્ટ્સ વગેરે જેવી શાખાઓ વિશ્વભરમાં જાણીતી છે. ઉપરાંત વડોદર જિલ્લામાં આવેલું ચાંદોદ પ્રિતૃ શ્રાદ્ધવિધિ માટે જાણીતું છે, જેને દક્ષિણના કાશી તરીકે પણ ઓળખવામાં આવે છે.
વડોદરા જિલ્લામાં આવેલાં મહત્વનાં સ્થળો :
-
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી
-
સેન્ટ્રલ લાઈબ્રેરી
-
પ્રતાપ વિલાસ પેલેસ
-
લક્ષ્મી વિલાસ પેલેસ
-
નગરબાગ પેલેસ
-
સયાજી બાગ
-
મકરપુરા પેલેસ
-
ભગતસિંહની પ્રતિમા
-
મુહમ્મદ તળાવ
-
ચાંદોદમાં આવેલું ગરૂડેશ્વર મંદિર
-
ડભોઈનો ઐતિહાસિક કિલ્લો
-
આજવા ડેમ તેમજ આજવા તળાવ
-
ગોરજમાં આવેલું ગુજરાતનું સૌથી પ્રાચીન મંદિર
આમ ઉપર પ્રમાણેનાં ઘણાં એવા ફરવા લાયક સ્થળો વડોદરા અને જિલ્લામાં જોવા મળશે.