ગુજરાત વિધાનસભા ચૂંટણીનાં થોડાક જ દિવસો બાકી છે ત્યારે ઉમેદવારો કે પક્ષના ટેકેદારો દ્વારા દારુની ડિલીવરી મંગાવી રહ્યાં હોવાનું જણાયું હતું. આમ ચૂંટણીના સમયગાળામાં દારુની હેરફેર વધી રહી છે. તેવામાં ચિલોડા પોલીસને મળતી બાતમી અનુસાર, ચંદ્રાલા પાસેથી પસાર થતી એક કારનો પીછો કરતાં કારને માધવગઢથી ઝડપી પાડી હતી. કારમાં સવાર ઈડરના એક શખ્સને પોલીસે ઝડપી લઈ રૂ. 3.14 લાખનો મુદ્દામાલ ઝપ્ત કર્યો હતો. પોલીસ વધુ તપાસ કરતાં, દારુનો જથ્થો પ્રાંતિયાન શખ્સનો હોવાનું જણાતાં તેની સામે પર પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
રાજ્યમાં દારુબંધી હોવા છતા ઘણા બઘા એવા કિસ્સા પ્રકાસમાં આવતાં હોય છે. જેમાં પરપ્રાંત્યમાંથી લાવવામાં આવતા દારુનું જથ્થો પોલીસ તંત્ર દ્વારા પકડી પાડવામાં આવે છે. ત્યારે ચૂંટણીના સમયે ખાસ તેની હેરફેર વધતી જતી હોય છે. તેવામાં ગાંધીનગર જિલ્લામાં પરપ્રાંતમાંથી લાવવામાં આવતા દારુને પકડલા અર્થે પોલીસ તંત્ર સતત કાર્યરત થઈ ગોઠવી દેવામાં આવ્યાં છે. ત્યારે ચંદ્રાલા પાસેના ચિલોડા ખાતે પાલીસ દ્વારા સખત વાહન ચેકિંગ ચાલી રહ્યું હતું. આ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે, વિદેશી દારુ અને બિયરનો જથ્થો ભરેલી એક કાર હિંમતનગર તરફથી આવી રહી છે. જેથી પોલીસ દ્વારા વોચ રાખી હતી. બાતમી પ્રમાણેની કાર આવતા પોલીસે ઊભી રાખવા ઈશારો કર્યો છતા કાર ચાલકે માધવગઢ તરફ કાર હંકારી દીધી હતી. પોલીસે કારનો પીછો કરી કાર પકડી પાડી હતી. જેમાં તપાસ કરતાં 78 દારુની બોટન અને 48 બિયરના ટીન મળી આવ્યા હતા. કાર ચાલકની વધુ તપાસ કરતાં પોતાનું નામ પ્રવિણ વેરસીભાઇ ઓડ (ઇડરના નવા માથાસુર ગામના) હોવાનું જણાવ્યું હતું. પોલીસે વધુ પૂછપરસ કરતાં દારુનો જથ્થો પ્રાંતિયા ગામે ભૌમિક ઉર્ફે ચીન્ટુ નરેન્દ્રભાઇ પટેલને આપવાનું હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.