વિશ્વભરમાં હાહાકાર મચાવી દેનાર કોરોના વાયરસે ફરીથી પોતાના પ્રકોપ બતાવ્યો છે તેવામાં ભારત સરકાર એલર્ટ મોડમાં છે. ઘણાં બધા રાજ્યમાં કોરોના ગાઈડ લાઈનને અનુસરવા જણાવવામાં આવ્યું છે. ત્યારે ગુજરાત સરકારે કેન્દ્ર સરકાર પાસે 12 લાખ વેક્સિનના ડોઝની માંગણી કરી છે.
કોરોના વાયરસની સ્થિતિ ચીન સહિતના કેટલાંક દેશમાં ગંભીર બની છે. ત્યારે દેશમાં કોરોનાના ફરીથી રાફળો ના ફાટે તે માટે કેન્દ્ર સરકાર સતર્ક બની છે. કોરોના વાયરસના ખતરા વચ્ચે ગુજરાતમાં વેક્સિનની અછત વર્તાઈ રહી હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે રાજ્ય સરકારે કેન્દ્ર સરકાર પાસે વેક્સિનની માંગ કરી છે.
અન્ય દેશમાં કોરોનાની વધતી સ્થિતિને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર કાર્યરત થઈ છે. કોરોનાની સ્થિતિ બગડતા રાજ્યમાં લોકો વેક્સિન લેવા લાગ્યા છે. તેવામાં ગુજરાતમાં વેક્સિનના ડોઝની અછત જણાતા કેન્દ્ર સરકાર પાસે 12 લાખ વેક્સિનના ડોઝની માંગણી કરી છે. જેમાં રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે 12 લાખ એટલે 10 લાખ કોવિશિલ્ડ અને 2 કો-વેક્સિનના ડોઝની માંગણી કરી હતી.
રાજ્ય સરકારની કેન્દ્રને 12 લાખ વેક્સિનના ડોઝની માંગણી :
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, લોકોએ રસી લેવાની બંધ કરતાં વેક્સિનના નવા ડોઝ મંગાવવામાં આવ્યાં ન હતાં. પરંતુ અચાનક લોકો રસી લેવામાં વધારો થયો છે. ત્યારે કોવિશિલ્ડ અને કો-વેક્સિનની માંગણી કેન્દ્ર સરકારને કરી હતી. તેમાં વેક્સિનના 12 લાખ ડોઝ ભારત સરકાર પાસે માગવામાં આવ્યું છે.