-
આવો મધ્યપ્રદેશના ઈન્દોરમાં આવેલ મુનિસુવ્રત સ્વામી જૈન શ્વેતાંબર દેરાસરના દર્શન કરીએ
મધ્યપ્રદેશના ઈન્દોરમાં શ્રી મુનિસુવ્રત સ્વામી ભગવાનનું જૈન શ્વેતાંબર દેરાસર આવેલું છે. જ્યાં ભગવાન શ્રી મુનિસુવ્રત સ્વામી પદ્માસન મુદ્રામાં બિરાજમાન છે. આ સાથે દેરાસરનાં પાછળના ભાગે સુંદર પરિકર, પદ્માવતી માતા, ગણધર ગૌતમ સ્વામી, મણિભદ્ર વીર, શ્રી પાર્શ્વનાથ ભગવાન, ચંદ્રપ્રભ સ્વામી તીર્થંકરોની અદભૂત મૂર્તિઓને આકાર આપવામાં આવ્યો છે.
આ દેરાસર તે શહેરમાનું શ્રેષ્ઠ જૈન દેરાસર પૈકીનું એક છે. આ દેરાસરની બનાવટ સુંદર સફેદ માર્બલથી અને ખૂબ જ સુંદર આંતરિક અને સૂક્ષ્મ નક્કશી કામથી બનાવવામાં આવ્યું હોવાથી તેનો નજારો અદભૂત દેખાય છે. લોકોનું કહેવું છે કે, દેરાસરનો શ્રેષ્ઠ ભાગ ખુલ્લું અને શાંતિપૂર્ણ વાતાવરણ રાખવામાં આવ્યો છે. આમ અહીં ખૂબ જ શાંતિથી સેવા, પૂજા અને પક્ષાલ વગેરે કરવામાં આવે છે.
કેવી રીતે પહોંચવું :
મધ્યપ્રદેશના ઈન્દોરમાં આવેલા આ પવિત્ર જૈન તીર્થ સુધી પહોચવા માટે રોડ મારફતે તમારે ઈન્દોર રાષ્ટ્રીય અને રાજ્ય ધોરીમાર્ગ પકડવાનો રહેશે. ઉપરાંત રેલવે મારફતે આ તીર્થસ્થાનના દર્શન કરવા માટે આવતા દર્શનાર્થીઓએ ઈન્દોર રેલવે સ્ટેશન સુધી પહોંચવું પડશે. અન્ય રીત એટલે કે, હવાઈ મારફેત આવવા ઈચ્છતા લોકોએ દેવી અહલ્યાબાઈ હોલકર એરપોર્ટ, ઈન્દરોર મારફતે પણ આ દેરાસર સુધી પહોંચી શકે.