સ્પર્શ મહોત્સવ પુસ્તક વિમોચન | 15 જાન્યુઆરીથી 26 જાન્યુઆરી સુધી અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે સ્પર્શ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંતર્ગત અત્યારસુધીમાં 400 પુસ્તકો અને પ્રવચનો થકી સમાજમાં આગવી ઓળખ બનાવનાર આચાર્ય વિજય રત્નસુંદર સુરીશ્વરજી ની જ્ઞાનવાણીનો લ્હાવો મેળવવા આ મહોત્સવમાં હજારો મુલાકાતીઓ લઈ રહ્યા છે. આ સ્પર્શ મહોત્સવમાં વિવિધ આકર્ષણના કેન્દ્રો બનાવવામાં આવ્યા છે.
સ્પર્શ મહોત્સવ ના આઠમા દિવસે જૈનાચાર્ય શ્રી રત્નસુંદર સુરીશ્વરજી મ.સા.ના 400માં પુસ્તક ” સ્પર્શ” નું આજે વિમોચન થયું. સંસ્કૃત, બ્રેઈલ લીપી, હીબ્રુ, અંગ્રેજી, તમિલ, કન્નડ, સહીતની દેશ-વિદેશની કુલ 16 ભાષાઓમાં તેનું અનુવાદ કરવામાં આવ્યું છે. 400માં પુસ્તકના વિમોચન પ્રસંગે પદ્મભૂષણ જૈનાચાર્ય રત્નસુંદર સુરીશ્વરજી મહારાજ સાહેબે જણાવ્યું હતું કે, ” આની પાછળ પ્રભુની કરુણા, ગુરુદેવની કૃપા, સંઘના આશિષ અને મા સરસ્વતીની સતત શુભકામના ને જાય છે.”
સ્પર્શ મહોત્સવ ના આઠમા દિવસે, પદ્મભૂષણથી સન્માનિત જૈનાચાર્ય શ્રી રત્નસુંદર સુરીશ્વરજી મ.સા.ના 400માં પુસ્તક ” સ્પર્શ ” ના વિમોચનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સંસ્કૃત, બ્રેઈલ, હીબ્રુ, અંગ્રેજી, કન્નડ, તામીલ, પંજાબી સહિત દેશ-વિદેશની કુલ 16 ભાષાઓમાં આ પુસ્તકનું પ્રત્યક્ષ તથા ડિજિટલ સ્વરૂપે વિમોચન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંયમૈકલક્ષી પ.પૂ.આ.શ્રી જગત્ચંદ્રસૂરી મ.સા., ત્રિસ્તુતિક ગચ્છાધિપતિ આચાર્ય શ્રી નિત્યસેનસૂરીશ્વરજી મ.સા. સહિત વિવિધ સમુદાયના પૂજ્ય આચાર્ય ભગવંતોની પણ નિશ્રા રહી હતી. ઉલ્લેખનીય છે કે, જૈન ઇતિહાસમાં વર્તમાન કાળમાં સૌ પ્રથમવાર કોંગ્રેસ ઓફ યુનાઇટેડ સ્ટેટ્સ, હાઉસ ઓફ રીપ્રેઝન્ટેટિવના હાઉસ મેજોરિટી લીડર, સ્ટેની એચ. હોયરે 400માં પુસ્તકનું ડિજિટલ અનાવરણ અમેરિકામાં કર્યું હતું.
USA ના સેનેટર સ્ટેની એચ. હોયરે પોતાના હૃદયના ઉદગાર વ્યક્ત કરતાં કહ્યું કે, ” અમેરિકાની દરેક યુનિવર્સિટીમાં આ સ્પર્શ પુસ્તકને અભ્યાસક્રમમાં લાવવું જોઈએ.” જ્યારે હાસ્ય લેખક ડૉ. જગદીશભાઈ ત્રિવેદીએ કહ્યું હતું કે, “આ સ્પર્શ મહોત્સવ મારા માટે મનોરંજન નહીં પરંતુ આત્મરંજનનો કાર્યક્રમ બની ગયો છે.”
“જેમ બાળક નાનો હોય ત્યારે તેનામાં બેટ પકડવાની કે પેન પકડવાની ક્ષમતા હોતી નથી ત્યારે તેની માતા ધીરે-ધીરે બાળકનો હાથ પકડીને તેને શીખવે છે. એ જ રીતે મારા જીવન જે પણ કંઈ પ્રાપ્ત થયું છે, તેની સંપૂર્ણ સફળતાનો શ્રેય મારા ગુરુરૂપી માતાને જાય છે. યાદ રાખજો, એકલા સફળ થઈ શકાય, પરંતુ એકલાથી કદી સફળ થવાતું નથી. શક્તિનું સામર્થ્ય ગમે તેટલું વધે પરંતુ પાયામાં રહેલા સમર્પણને કદી ન ભૂલવું જોઈએ ” – સરસ્વતીલબ્ધ પ્રસાદ આચાર્ય ભગવંત શ્રી રત્નસુંદર સુરીશ્વરજી મહારાજ સાહેબ
વિશાળ સંખ્યામાં ઉપસ્થિત શ્રાવક-શ્રાવિકાઓને જૈનાચાર્ય રત્નસુંદર સુરીશ્વરજી એ કહ્યું કે, જીવનમાં સંયમ, સંસ્કાર, શુદ્ધિની સાથે સંસ્કાર રાખજો. આ સંદર્ભે કહેવું છે કે સેક્સ એજ્યુકેશનથી ભારતના 15 કરોડથી વધુ યુવાપેઢીને બચાવવાની હતી તેની પાછળ જે અમારા પ્રયાસો થયા છે. પરંતુ તેમાં અમારા ગુરુદેવ અને નેમિનાથ પ્રભુ અમારી સાથે નિરંતર રહ્યા હતાં. 400માં પુસ્તકના વિમોચન પ્રસંગે એટલું જ કહેવાનું કે આની પાછળ પ્રભુની કરુણા, ગુરુદેવની કૃપા, સંઘના આશિષ, મા સરસ્વતીની સતત શુભકામનાને જાય છે. અમારા ગુરુવર્યજીએ અમને મંગળ પંચક એટલે કે પાંચ વસ્તુઓ આપી છે. ઉત્તમ આદર્શ, ઉત્તમ આલંબન, ઉત્તમ આચરણ, ઉત્તમ અધ્યવસાય અને ઉત્તમ અનુરાગ છે.