-
સ્પર્શ મહોત્સવ 2023 માં પદ્મભૂષણ આચાર્યશ્રી વિજય રત્ન સુંદર સુરીશ્વરજી મહારાજના 400 માં પુસ્તકનું વિમોચન થશે
સ્પર્શ મહોત્સવ 2023 | 15 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી સુધી અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે સ્પર્શ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંતર્ગત અત્યારસુધીમાં 400 પુસ્તકો અને પ્રવચનો થકી સમાજમાં આગવી ઓળખ બનાવનાર આચાર્ય વિજયરત્ન સુંદર સુરીશ્વર મહારાજ ની જ્ઞાનવાણીનો લ્હાવો મેળવવા આ મહોત્સવમાં હજારો મુલાકાતીઓ લઈ રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ,મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને રાજ્યનાં ગૃહમંત્રી હર્ષ સંઘવી મહારાજ સાહેબનાં આર્શિવાદ લઇ ચૂક્યા છે.
ભૌતિકતાનો સદુપયોગ માટે વિજયરત્ન સુંદર સુરીશ્વર મહારાજ સાહેબના પુસ્તકો ખૂબ ઉપયોગી બનશે : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, અમદાવાદના આંગણે પદ્મભૂષણ આચાર્યશ્રી વિજય રત્ન સુંદર સુરીશ્વરજી મહારાજના 400 મા પુસ્તકના વિમોચન પ્રસંગે આયોજિત સ્પર્શ મહોત્સવમાં ઉપસ્થિત રહેવાનો મોકો મળ્યો તે મારા માટે સૌભાગ્યની વાત છે. તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે ત્યારે ખરા અર્થમાં આ સમય અમૃતકાળ બને તે માટે મહારાજ સાહેબના પુસ્તકો ઉપયોગી બનશે. સદવાંચનનું મહત્વ સમજાવતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, આપણે સૌ ભૌતિકતા તરફ આગળ વધી રહ્યા છીએ ત્યારે ભૌતિકતાનો સદુપયોગ કેવી રીતે થાય તે માટે આચાર્ય શ્રી વિજયરત્ન સુંદર સુરીશ્વર મહારાજ સાહેબના પુસ્તકો ખૂબ ઉપયોગી બનશે.
જીવનમાં આગળ વધવા માટે સદકાર્યો અને ધર્મકાર્યો કરવા માટે અધ્યાત્માનો સ્પર્શ ખૂબ જરૂરી છે. જીવનમાં ગમે તેટલી ઝડપે ગતિ કરીએ પણ સાચી દિશા જાળવવા માટે સાધુભગવંતોની વાણીનો સ્પર્શ જાળવી રાખીવો જોઈએ. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નાનામાં નાના અને છેવાડાના માણસને મુખ્ય પ્રવાહમાં જોડવાના પ્રયાસમાં સમગ્ર સરકારને સાધુ ભગવંતોના આશીર્વાદની મળશે તેવી આશા તેમણે વ્યક્ત કરી હતી.
અમદાવાદ ખાતે આયોજિત ‘સ્પર્શ મહોત્સવ’ માં પરમ પૂજ્ય આચાર્ય શ્રી વિજય રત્નસુંદરસૂરીશ્વરજી મહારાજ સાહેબ અને સાધુ-સાધ્વીજી ભગવંતોના સાનિધ્યમાં તથા માન. કેન્દ્રીય મંત્રીશ્રી નીતિન ગડકરીની સાથે સહભાગી બનીને મહારાજશ્રીના આશીર્વાદ લઈ તેમની પ્રેરક વાણીનો સ્પર્શ પામવાનો લ્હાવો પ્રાપ્ત થયો. pic.twitter.com/EYgaVPK0KX
— Bhupendra Patel (@Bhupendrapbjp) January 19, 2023
આ પ્રસંગે ઉપસ્થિત કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રીએ સંબોધન કરતા જણાવ્યું કે, આવા મહોત્સવમાં પ્રાચીન પરંપરા અને આધુનિક ટેકનોલોજીના સમન્વયથી સમાજને સંસ્કારીત કરવાનું કામ થઈ રહ્યું છે. તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં આત્મનિર્ભર ભારત તથા ૫ ટ્રીલિયનની ઈકોનોમી બનાવવાનું લક્ષ્ય છે. ત્યારે સમાજ અને દેશનિર્માણ માટે વિઝનની સાથોસાથ સંસ્કાર પણ જરૂરી છે. જે સ્પર્શ જેવા મહોત્સવો થકી થાય છે.
પુણ્ય શું છે એ જોવા માટે ભૂપેન્દ્રભાઇને જુઓ : આચાર્ય રત્નસુંદર સૂરીશ્વર મહારાજ
સભામાં ઉપસ્થિત ભક્તગણો,મુમુક્ષુ અને સાધુ મુનીઓ સમક્ષ વિજયરત્ન સુંદર સુરીશ્વર મહારાજ સાહેબે પણ મુખ્યમંત્રી શ્રીનાં ગુણો વિશે જણાવ્યું હતું કે, પુણ્ય શું છે એ જોવા માટે ભૂપેન્દ્રભાઇને જુઓ.
1 comment
[…] ભૌતિકતાનો સદુપયોગ માટે વિજયરત્ન સુંદ… […]