December 18, 2024
Jain World News
FeaturedJain Dharm SpecialJain PhilosophyJainism

ચાલો શંત્રુજય તીર્થ મહાત્મ્ય શ્રી અષ્ટોત્તરી તીર્થમાલા વિવેચન જાણીએ, ભાગ 133

અષ્ટોત્તરી તીર્થમાલા

સુકોશલમુનિના પગલાં : ડાબી બાજુ સુકોશલ મુનિના પગલાંની દેરી આવી. આગળ વધવાની ઉતાવળ ન કરીએ. “નમો સિદ્ધાણં” કહીને વંદનના કરીએ. રામચંદ્રના પૂર્વજ રાજા કીર્તિધરે રાણી સહદેવી અને પુત્ર સુકોશલને મૂકીને દીક્ષા લીધી. વિહાર કરતાં એકવાર તેઓ પોતાની નગરીમાં આવ્યા. રાજમાતા સહદેવીને ભય લાગ્યો કે પિતાના ઉપદેશથી પુત્ર પણ દીક્ષા લઈ લેશે તો તે સ્વાર્થી નારીએ સર્વ સંત સંન્યાસીઓની સાથે પતિમુનિને પણ નગરમાંથી બહાર કઢાવ્યા. | અષ્ટોત્તરી તીર્થમાલા

સુકોશલને સંસારની સ્વાર્થમયતાના કારણે બનેલા આ બનાવની ખબર પડી એટલે દુઃખી થઈને તે પિતામુનિ પાસે ક્ષમા માંગવા ગયો. ઉપદેશ સાંભળી, વૈરાગ્ય પામી તેણે દીક્ષા લીધી. પુત્રના વિરહથી હે પુત્ર ! હે પુત્ર ! એમ આર્તધ્યાન કરતી તે સહદેવી અંતે મૃત્યુ પામી જંગલમાં વાઘણ બની. ગિરિરાજ ઉપર આવેલા બંને મુનિને જોતા જ વિફરેલી તે વાઘણ પહેલા સુકોશલમુનિ ઉપર હુમલો કર્યો. પંજો મારી લોહી પીવા લાગી, માંસ ખાવા લાગી. મુનિને જમીન ઉપર પટકી બે પંજાથી જડબું ચીરવા લાગી. | અષ્ટોત્તરી તીર્થમાલા

સમતાભાવમાં લીન બનેલા સુકોશલમુનિ શુકલધ્યાન લગાવીને કેવળજ્ઞાન પામી મોક્ષે ગયા

જડબું ફાડી, અંદર રહેલા સોનાના દાંત જોતાં તે વાઘણ વિચારમાં પડી જાતિ સ્મરણ જ્ઞાન થયું. અરરરર… મેં આ શું કર્યું. માતા થઈને દીકરા ઉપર હિચકારો હુમલો તીવ્ર પશ્ચાતાપ થયો. અનશન કર્યું. અઢી દિવસ પછી મરીને દેવલોકમાં ગઈ. ત્યાંથી એક ભવ કરી મોક્ષે જશે. સહદેવી હાય – વોય (આર્તધ્યાન) કરીને માનવમાંથી તિર્યંચ બની. જ્યારે ગિરિરાજના પ્રભાવે વાઘણ મરીને દેવ બની મોક્ષ જશે. આ જાણ્યા પછી હાય વોય કદી પણ ન કરવાનો સંકલ્પ કરીને થોડા આગળ વધ્યા ત્યાં તો ડાબી બાજુ દેરી આવી. આમાં નમી વિનમીના પગલાં છે. ચાલો દર્શન કરીએ… ” નમો સિદ્ધાણં ”

નમી – વિનમી :

પરમાત્મા ઋષભદેવ ભગવાન દીક્ષા લીધા પછી સાધના કરતા હતા. ત્યારે રાજ્યોનો ભાગ મેળવવા નમિ – વિનમીએ પ્રભુની ખૂબ સેવા કરી હતી. જેનાથી પ્રભાવિત થઈને વંદન કરવા આવેલા ધરણેન્દ્રે તેમને 1600 વિદ્યાઓ અને વૈતાઢય પર્વત ઉપરના 110 નગરોનું રાજય આપીને વિદ્યાધર બનાવેલા. પરમાત્માની સેવા કદી પણ નિષ્ફળ જતી નથી. આ નમી – વિનમી ફાગણ સુદ 10ના દિને શત્રુંજય ગિરિરાજ ઉપર બે કરોડ સાથે મોક્ષે ગયા. ” નમો સિદ્ધાણં ”

નમિ – વિનમી પરમાત્મા ઋષભદેવની સેવા કરી રહ્યા છે. તે દ્રશ્યને જણાવતી પ્રતિમા ઉપર દાદા ના દરબારમાં રાયણ પગલાંની પાસે દેરીમાં છે. કાઉસ્સગ્ગ ધ્યાનમાં ઉભેલા ઋષભદેવ ભગવાનની આજુબાજુ ઉભેલા નમિ – વિનમિકુમારના હાથમાં રહેલી તલવારમાં પરમાત્માનું પ્રતિબિંબ દેખાય છે. બાજુમાં બાહુબલીજી અને ભરતજીની મૂર્તિ પણ છે. બ્રાહ્મી અને સુંદરી (ઋષભદેવની પુત્રીની) મૂર્તિ પણ તેની અંતર્ગત છે. આપણે ઉપર પહોંચીશું ત્યારે તેના અચૂક દર્શન કરીશું.  હાલ તો આપણે ઉપર ચડઢવાનું ચાલુ રાખીએ.

આ પણ વાંચો : Shatrunjaya ની છ ગાઉની મહાયાત્રા અને ફાગણ સુદ તેરસનું શું છે મહત્વ, જાણો ઈતિહાસની રસપ્રદ વાતો

Related posts

જૈનોમાં 150 જિન સ્વરસની ઘટનાનાં પવિત્ર પઠનની મહાનતાં

admin

Christ the Redeemer Statue | જીસસના વિશાળ સ્ટેચ્યુ પર પડી વીજળી, કેમેરામાં કેદ થયાં ચોકાવનારા દ્રશ્યો

admin

સ્પર્શ મહોત્સવ 2023 | ભૌતિકતાનો સદુપયોગ માટે વિજયરત્ન સુંદર સુરીશ્વર મહારાજ સાહેબના પુસ્તકો ખૂબ ઉપયોગી બનશે : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

admin

Leave a Comment