Shatrunjaya ની છ ગાઉની મહાયાત્રા અને ફાગણ સુદ તેરસનું આચિંત્ય મહાત્મ્ય છે અને તેની પાછળ ઇતિહાસની એક વિરલ ઘટના પડેલી છે. જૈન ધર્મમાં અંતિમ તીર્થંકર મહાવીર સ્વામી અગાઉ પાર્શ્વનાથ ભગવાન અને તેમના પહેલા નેમીનાથ ભગવાન થઈ ગયા. આ નેમીનાથ ભગવાન શ્રીકૃષ્ણ વાસુદેવના પિત્રાઈ ભાઈ હતા.
શ્રીકૃષ્ણના બે પુત્રો શાંબ અને પ્રદ્યુમને નેમીનાથ ભગવાન પાસે દિક્ષા અંગીકાર કરી નેમીનાથ ભગવાને તેમને શેત્રુંજય ગીરીના અને સદભદ્ર નામના શિખરનો મહીમા સમજાવ્યો. આ કારણે શાંબ અને પ્રદ્યુમન મુનીઓ સાથે સાધના કરવા શત્રુંજય આવ્યા. અહી સદભદ્ર શિખર ઉપર તેમને મુનીઓ સાથે અનશન કર્યુ અને એ બધા મુનીઓ સાથે બે ભાઇઓ ફાગણ સુદ તેરસના દિવસે મોક્ષમાં ગયા હતા. આ કારણે ફાગણ સુદ તેરસના દિવસે શત્રુંજયની છ ગાઉની યાત્રાનો મહીમા ખુબ વધી ગયો છે અને વરસે લાખો યાત્રીકો યાત્રા કરવા આવવા લાગ્યા. Shatrunjaya
ભાંડવાના ડુંગરનું નામ કઈ રીતે પ્રચલિત થયું તે જાણો
શાંબ અને પ્રદ્યુમને મુનીવરો સાથે જે શીખર ઉપરથી નિર્વાણ પ્રાપ્ત કર્યુ તેનું નામ સદભદ્રગીરી હતું. પરંતું અત્યારે તેને ભાંડવાના ડુંગર તરીકે ઓળવામાં આવે છે. આ ભાંડવાના ડુંગર નામ પાછળનું એક કારણ છે કે, શાંબ અને પ્રદ્યુમન શ્રીકૃષ્ણના ભાંડુ (સંતાન) હતા. આ ભાંડુઓનું અહીં નિર્વાણ થયુ ત્યારથી એ ગિરિ ભાંડુઓના ડુંગર તરીકે ઓળખાવા લાગ્યા. જેનું અપભ્રંશ થતા આજે તેને ભાંડવાનો ડુંગર કહેવામાં આવે છે.
1 comment
[…] Shatrunjaya ની છ ગાઉની મહાયાત્રા અને ફાગણ સુદ … […]