December 23, 2024
Jain World News
BollywoodEntertainment

Salman Khan ને જાનથી મારી નાખવાનો ધમકી ભર્યો પત્ર મળ્યો, મુંબઈ પોલીસ એલર્ટ

  • ‘ Sidhu Moose Wala ની જેમ તારી પણ હત્યા કરી દેવામાં આવશે.’

‘ Sidhu Moose Wala ની જેમ તારી પણ હત્યા કરી દેવામાં આવશે’ તેવી બોલીવૂડ સ્ટાર Salman Khan ને ધમકી મળતાંની સાથે મુંબઈ પોલીસ સક્રિય બની છે. ગઈ કાલે Salman Khan ને જાનથી મારી નાખવાની ધમકી મળતાં તરત મુંબઈ પોલીસ Salman Khan ની સુરક્ષા અર્થે તેમના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટ પહોંચી હતી.

સલમાન ખાનનાં ગાર્ડને ધમકી ભર્યો લેટર રવિવારના રોજ બાંદ્રાના બેન્ડસ્ટેન્ડ પ્રોમેનાડમાં મળ્યો હતો. જેમાં કોઈ અજાણ્યાં શખ્સે સલમાન ખાન અને તેમના પિતા સલીમ ખાનનાં નામનો ઉલ્લેખ કર્યો હતો.

આ સમગ્ર મામલે પોલીસે કેસ દાખલ કર્યો હતો. ‘સલીમ ખાન, સલમાન ખાન ખૂબ જ જલ્દી તમારો હાલ સિદ્ગૂ મૂસેવાલા જેવો થશે’ તેવો ધમકી ભર્યો પત્ર મળતાં મુંબઈની બાંદ્રા પોલીસે ઈન્ડિયન પીનલ કોડની કલમ 506 હેઠળ એફ.આઈ.આર. નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

Related posts

ગુજરાતી ફિલ્મ Jaysuk Zdpayo માં Johnny Lever ની જોરદાર Comedy

admin

Pankaj Tripathi ની પત્ની મૃદુલા ત્રિપાઠી કઈ ફિલ્મમાં ડેબ્યૂ કરશે ? જાણો વિગતે માહિતી

admin

Netflix પર વિશ્વની ટોપ 10 ફિલ્મોમાં RRR નો દબદબો

admin

Leave a Comment