દુનિયાભરમાં લોકો પોતાની સુંદરતા જાળવી રાખવા અને વૃદ્ધાવસ્થાને ચહેરાથી દૂર રાખવા લાખો રૂપિયા ખર્ચતાં હોય છે. જેમાં અમુક પોતાના દેશી નૂશ્ખા અપનાવતા હોય છે. જો કે, ક્યારેક તે અસરકારક સાબિત ન પણ થાય. ત્યારે પોતાના ચહેરાને વૃદ્ધાવસ્થાથી દૂર રાખવા અને ત્વચાને યુવાન રાખવા ઉચ્છા ધરાવતા લોકો ડૉક્યરની સલાહ લે છે. આમ ડૉક્ટર દ્વારા સુચવવામાં આવેલા કેટલાક ઉપાયો તમને જણાવીએ.
ફેમસ ડર્મેટોલોજિસ્ટ ડૉ. રશ્મિ શેટ્ટીએ તેના સોશિયલ મીડિયાના માધ્યમ પર એક વિડિયો શેર કરતાં જણાવ્યું છેકે, ત્વચાની વૃદ્ધાવસ્થાના ચિહ્નોથી દૂર રાખવા માટેની અમુક રીત જણાવી છે. ચામડીના સ્પેસ્યાલીસ્ટ ડૉક્ટરો ત્વચાની સંભાળ પર ભાર મુકતાં જણાવે છે કે, જ્યારે પણ એન્ટી-એજિંગની વાત થાય છે ત્યારે ત્વચાની સંભાળ પર ધ્યાન દેવામાં આવતું નથી. આમ હંમેશા સનસ્ક્રીન લગાવવા, મોઇશ્ચરાઇઝર લગાવવા, સીરમના ઉપયોગથી ત્વચાને હાઇડ્રેટેડ રાખવા અને રેટિનોલ જેવી એન્ટીઑકિસડન્ટ ક્રીમનો ઉપયોગ કરવા જેવા સરળ પગલાં આકર્ષક વૃદ્ધત્વમાં મદદ કરી શકે છે.
ત્વચાની સંભાળ માટે માત્ર બાહ્ય જ નહીં પરંતુ આંતરિક કાળજી પણ જરૂરી છે. ડૉ. રશ્મિએ ભારપૂર્વક જણાવ્યું હતું કે પૌષ્ટિક ખોરાક અને પોષક પૂરવણીઓ દ્વારા ત્વચાને સુરક્ષિત અને હાઇડ્રેટેડ રાખી શકાય છે. જ્યારે ત્વચા અંદરથી સ્વસ્થ હશે તો બહારથી પણ યુવાન દેખાશે.