Rajasthan ના જોધપુરના તિનવારીમાં આવેલા શ્રી તિનવારી તીર્થ ખાતે શ્રી વાસુપૂજ્ય સ્વામી ભગવાન સફેદ રંગમાં કમળની મુદ્રામાં બિરાજમાન છે. એવું માનવામાં આવે છે કે આ દેરાસર ઓસિયાના સમકાલીન છે. ઓસિયાનમાંથી મળેલા સંદર્ભ મુજબ, ઓસિયાન નગર તિનવારી ગામ સુધી વિસ્તર્યું હતું. તે સૂચવે છે કે, એ સમયે આ સ્થળે વસવાટ કરતા લોકો દ્વારા ચિતરવામાં આવેલી કળા પણ ઓસિયાન જેવી જ જોવા મળે છે.
આ દેરાસર વિશે કહેવાય છે કે, વિક્રમ વર્ષ 212માં એક કિસાન દ્વારા ખોદકામ કરતા દેરાસરનો શિખર જોવા મળ્યો હતો. પાછળથી ધાર્મિક વિધિ અનુસાર વધુ ખોદકામ શરૂ રાખતા ત્યાંથી એક સુંદર દેરાસર ઉભરી આવ્યું હતું. જે આજે પણ આ ગામમાં અસ્તિત્વમાં છે. આ દેરાસરનું નિર્માણ કોણે કરાવ્યું અને તેનો ઈતિહાસ જાણવો ખૂબ જ મુશ્કેલ છે. પરંતું આ દેરાસરનું નિર્માણ 1800 વર્ષ પહેલા કરવામાં આવ્યું હતું.
દેરાસરની કલા અને શૈલી ઓસિયાન અને અબુ દિલવાડાની આબેહુ જોવા મળે છે. દેરાસરમાં સ્થાપિત પ્રાચીન મૂર્તિઓ શાંત કલાત્મક અને ખૂબ જ સુંદર છે. આ દેરાસર ઉપરાંત શ્રી પદ્મપ્રભુ ભગવાનનું એક વિશાળ દેરાસર ત્યાં આવેલું છે. જેનું નિર્માણ વિક્રમ વર્ષ 911માં થયું હોવાનું માનવામાં આવે છે. નજીકમાં દાદાવાડી પણ છે.
કેવી રીતે પહોંચવું:
ઓસિયાનુ નજીકનું રેલવે સ્ટેશન 20 કિમી દૂર છે અને જોધપુર 42 કિમી દૂર છે, જ્યાં ઓટો અને ટેક્સીઓ ઉપલબ્ધ છે. ટેનવારી પાસે રેલવે સ્ટેશન પણ છે. રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડ બંને મંદિરોથી ½ કિમી દૂર છે. દેરાસર સુધી પહોંચવા માટે તમે કાર અથવા બસ મારફતે જઈ શકાય છે. જોધપુર ખાતે એરપોર્ટ છે. જેથી પ્લેન મારફતે આવવા ઈચ્છા લોકોએ જોધપુર એરપોર્ટ સુધી આવ્યા બાદ આ દેરાસર સુધી પહોંચી શકાશે. ઉપરાતં ત્યાં શ્રી પદ્મપ્રભુ દેરાસર પાસે રહેવાની સાથે તમામ સુવિધાઓ સાથે ધર્મશાળા છે. હાલમાં ભોજનશાળા નથી પરંતુ અગાઉથી જાણ કરીને ભોજનની વ્યવસ્થા કરી શકાય છે.