Pathan ફિલ્મ રિલીઝ થયાં પહેલા તેના એક ગીતના લીધે ફિલ્મનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ફિલ્મના બેશર્મ રંગ ગીતના એક સીનમાં દીપિકા પાદુકોણ ભગવા રંગની બિકીનીમાં શાહરુખ ખાન સાથે ડાન્સ કરતી નજરે પડે છે. જેને લઈને ઘણા બધા લોકો વિરોધ કરી રહ્યા છે અને ફિલ્મને બોયકોટ કરવાની માંગ કરી રહ્યા છે. ત્યારે ભાજપના નેતા નરોત્તમ મિશ્રા સહિત અને ગુજરાતના લોકગાયક રાજભા ગઢવી દ્વારા પણ આ ગીતમાં જે રીતે ભગવા રંગની બિકીની પહેરી છે તેને લઈને વિરોધ કરી રહ્યાં છે. સમગ્ર મામલે સિંઘમમાં વિલનનું પાત્ર ભજવનાર અભિનેતા પ્રકાશ રાજે પણ પ્રતિક્રિયા આપી હતી. જેમાં તેમણે દીપિકાનું સમર્થન કરતા સોશિયલ મીડિયામાં ટ્વિટ કરી દીપિકાના આ સીન પર સવાલો ઉઠાવનારાઓ સામે લાલ આંખ કરી હતી.
પ્રકાશ રાજે ટ્વિટમાં લખ્યું હતું કે,
“ઘૃણાજનક. આપણે ક્યા સુધી આ બધું સહન કરવું પડશે… અંધ રંગ.” આ સાથે બીજુ એક ટ્વિટ કરતાં નોંધ્યું હતું કે, “બેશરમ… તો ઠીક છે જ્યારે ભગવા કપડામાં સજ્જ વ્યક્તિ બળાત્કારીને હાર પહેરાવે છે… નફરતભર્યુ ભાષણ આપે છે, દલાલ ધારાસભ્ય ભગવા કપડાં પહેરેલા સ્વામીજી બાળકો પર બળાત્કાર કરે છે. પણ આ કોઈ ફિલ્મનો ડ્રેસ ન હોઈ શકે? ઈન્દોરમાં દેખાવકારો શાહરૂખ ખાનના પૂતળા બાળી રહ્યા છે. તેમની માંગ છે કે પઠાણ પર Ban.”
#Besharam BIGOTS.. So it’s okay when Saffron clad men garland rapists..give hate speech, broker MLAs, a Saffron clad swamiji rapes Minors, But not a DRESS in a film ?? #justasking
….Protesters Burn Effigies Of SRK In Indore. Their Demand: Ban 'Pathaan' https://t.co/00Wa982IU4— Prakash Raj (@prakashraaj) December 15, 2022