Pathan Film રિલીઝ થયાં પહેલા તેના એક ગીતના લીધે જબરદસ્ત વિરોધ થયો હતો. ફિલ્મના બેશર્મ રંગ ગીતના એક સીનમાં દીપિકા પાદુકોણ ભગવા રંગની બિકીનીમાં શાહરુખ ખાન સાથે ડાન્સ કરતા જોવા મળી હતી. જેના લીધે ફિલ્મના રિલીઝ પહેલા ઠેર ઠેર તેનો વિરોધ જોવા મળ્યો હતો. આ સાથે ઘણા બધા લોકોએ વિરોધ દર્શાવતા ફિલ્મને બોયકોટ કરવાની માંગ પણ કરી હતી. ત્યારે પઠાણ રિલીઝ થયા પછી તેને બોક્સ ઓફિસ પર જબરદસ્ત ધુમ મચાવતા ખૂબ જ બહોળા પ્રમાણમાં કમાણી કરી હતી.
શાહરુખ ખાન (Shahrukh Khan) અને દિપીકા પાદુકોણ (Deepika Padukone)ની ફિલ્મ પઠાણ ( Pathan Film ) રીલીઝ થવાની સાથે જ બોક્સ ઓફિસ પર સતત ધમાલ મચાવી રહી છે. સોમવારથી આ ફિલ્મના કલેક્શનમાં થોડી કમી જોવા મળી રહી છે. પરંતુ આ ફિલ્મનું કલેક્શન ઘણું સારુ છે. જાણો આઠમા દિવસે આ ફિલ્મે કેટલું કલેક્શન કર્યુ.
Pathan Film એ આઠમા દિવસે કર્યુ આટલું કલેકશન
બુધવાર એટલે કે રિલીઝના આઠમા દિવસે Sacnilk ની રિપોર્ટ અનુસાર પઠાણે બૉક્સ ઑફીસ પર લગભગ 18થી 19 કરોડનું કલેક્શન કર્યુ છે. આ કલેક્શન બધી ભાષાઓ મળીને છે. એટલે કે, અત્યાર સુધી ભારતમાં પઠાણ ફિલ્મનું કુલ કલેક્શન 349.75 કરોડ થઈ ગયુ છે. નવમા દિવસના કલેક્શન પછી Pathan Film ને ફરી વિકેંડનો ફાયદો ઉઠાવાનો મોકો મળશે. આવામાં આશા જતાવવામાં આવે છે કે આ ફિલ્મ વિકેંડમાં ફરી જબરદસ્ત કલેક્શન કરી રકમને વધારી શકે છે.
Pathan ફિલ્મે મચાવી ધુમ
ભારતમાં પઠાણ ફિલ્મેને લઇને પહેલા તો વિરોધ કરવામાં આવ્યો હતો. પરંતુ લોકોનો પઠાણ ફિલ્મને લઇને વધી રહેલ ક્રેજે પઠાણ ફિલ્મે સારી એવી કમાણી કરાવી હતી.