April 17, 2025
Jain World News
BhavnagarGujaratJainism

Palitana : શત્રુંજય ગિરિરાજમાં આદિનાથ ભગવાનના પગલાને અસામાજિક તત્વોએ ખંડીત કરતા જૈન સમાજમાં નારાજગી, જાણો શું હતી આખી ઘટના

  • 26 નવેમ્બરે ઘટના બની હતી, 20થી વધુ દિવસ થયા છતાં પ્રશાસનની કોઈ કાર્યવાહી નહીં

  • અમદાવાદ, મુંબઈ સહિત અનેક જગ્યાએ જૈન સમાજની મીટિંગ યોજાઈ

  • Palitana માં ગઈ કાલે 25 હજારથી વધુ જૈન સમાજના લોકોએ વિરોધ પ્રદર્શન કરી ડેપ્યૂટી કલેક્ટરને આવેદન પત્ર આપ્યું

Palitana ના જૈન દેરાસરની ઘટના લઈને સમગ્ર જૈન સમાજમાં નારાજગી જોવા મળી રહી છે. મહાતીર્થ શત્રુંજય ગિરિરાજની તળેટીમાં આવેલા રોહિશાળામાં પ્રભુ આદિનાથના પ્રાચીન ચરણ પાદુકાને અજાણ્યા શખ્સો દ્વારા ખંડિત કરવામાં આવ્યા હતાં. જેને લઈને અમદાવાદ અને મુંબઈ સહિત જૈન સમાજની મિટિંગ યોજાઈ હતી. હુમલા મામલે ગઈ કાલે પાલિતાણા શત્રુંજય ગિરિરાજ ખાતે જૈન સમાજના આગેવાન અને જૈન સમાજ લોકોએ પ્રથમ તીર્થંકર આદિનાથ દાદાના પ્રાચીન પગલાંને ખંડિત કરનાર અસામાજિક તત્વો પર શખ્ત કાર્યવાહી કરવા અંગે ડેપ્યૂટી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં 25 હજારથી વધુ જૈન સમાજના લોકો જોડાયા હતા.

Palitana ખાતે આવેલ જૈન દેરાસરના હુમલાની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો હતો. સમગ્ર શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ અને સમગ્ર વિશ્વમાં જે કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર છે એવા મહાતીર્થ શત્રુંજય ગિરિરાજની તળેટીમાં આવેલા રોહિશાળા ગામમાં જૈનોના પ્રથમ તીર્થંકર આદિનાથ દાદાના પ્રાચીન પગલાંને અસામાજિક તત્વો દ્વારા ખંડિત કરવામાં આવ્યા હતાં. જેને લઇ જૈનોમાં નારાજગી જોવા મળી રહી છે. આ અંગે અમદાવાદના જૈન સમાજની સંમેલન મળ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં જૈન અગ્રણી અને કાર્યકર્તાઓ જોડાયા હતા.

શું હતી આખી ઘટના:

26 નવેમ્બર, 2022ના રોજ Palitana ના મહાતીર્થ શત્રુંજય ગિરિરાજની તળેટીમાં આવેલા રોહિશાળામાં પ્રભુ આદિનાથ ભગવાનના પ્રાચીન ચરણ પાદુકાને અજાણ્યા શખ્સો દ્વારા ખંડિત કરવામાં આવ્યા હતાં. આ મામલે જૈન સમાજના અગ્રણી દ્વારા પોલીસ તંત્રને લેખિતમાં અરજી પણ કરી હતી. પરંતું ઘટનાના 20 દિવસથી વધારે થયા છતા તંત્ર દ્વારા આરોપીઓની ધરપડક કરવામાં આવી ન હતી. આમ આ સમગ્ર મામલે પ્રશાસન કોઈપણ પ્રકારની ગંભીરતા ન દાખવતા જૈન સમાજમાં નારાજગી જોવા મળી હતી. અંતે જૈન સમાજના આગેવાનો દ્વારા ઠેરઠેર મિટિંગ યોજીને ગઈ કાલે એટલે કે 18 ડિસેમ્બરના રોજ મહારેલી યોજી ડેપ્પૂટી કલેક્ટરને આવેદન પત્ર આપ્યું હતું. આ વિરોધ પ્રદર્શનમાં 25 હજારથી વધુ જૈન સમાજના લોકો જોડાઈને મૌન રેલી કાઢી હતી.

અમદાવાદના પાલડીમાં જૈન સંઘ દ્વારા મીટિંગ યોજાઈ :

શેત્રુંજય તીર્થમાં આવેલી રોહીશાળા તીર્થમાં પ્રભુ આદિનાથના પગલાઓને કોઈ અસામાજિક તત્વો દ્વારા ખંડીત કરી દેવામાં આવ્યા હતા. જેના પગલે જૈન સમુદાયમાં ભારો રોષની લાગણી હતી. આ અંગે અમદાવાદના પાલડી ખાતે સમુદાય દ્વારા એક મીટિંગનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અમદાવાદ એલિસબ્રીજ વિધાનસભાના ધારાસભ્ય અમીત શાહ હાજર રહ્યા હતા.

ગૃહમંત્રી હર્ષ સંઘવીએ વીડિયો કોન્ફરન્સ થકી પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજી :

Palitana માં 25 હજારથી વધુ લોકોનો વિરોધ પ્રદર્શન, ડેપ્યૂટી કલેક્ટરને આવેદન આપી શખ્ત કાર્યવાહી કરવાની માંગ :

Palitana માં યોજાયેલી મહારેલીમાં જૈન સમાજના અનેક લોકો જોડાઈને રોહિશાળામાં બનેલી ઘટના લઈને વિરોધ પ્રદર્શન કર્યો હતો. જેમાં 25 હજારથી વધુ લોકોએ શાંતિપૂર્ણ રીતે રેલી કાઢીને ડેપ્યૂટી કલેક્ટરને આવેદન પત્ર આપ્યું હતું. આ સાથે આદિનાથ ભગવાનના પગલાને ખંડિત કરનાર આરોપી સામે સખ્ત કાર્યવાહી કરવાની માંગ કરી હતી. ઉપરાંત ગિરિરાજની અન્ય 19 માંગણીનો તેમાં ઉલ્લેખ કર્યાો હતો.

ડેપ્યૂટી કલેક્ટરે શું કહ્યું :

આ મામલે ડેપ્યૂટી કલેક્ટર સીદ્ધાર્થ ગઢવીએ જણાવ્યું હતું કે, ગિરિરાજના આ ઘટનાની સાથે 19 મુદ્દાઓના નિકાલ માટે તંત્રના અધિકારીઓની કોર્ડીનેશન કરીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.

ઈતિહાસમાં પહેલી વખત Palitana માં આવી વિશાળ રેલી નિકળી :

Palitana પહેલી વખત આવી ભવ્ય રેલી નિકળી હશે. જય જય આદિનાથના ઉચ્ચારણ સાથે પાલિતાણામાં વિશાળ રેલી કાઢવામાં આવી હતી. જેમાં 25 હજારથી વધુ જૈન શ્રેષ્ઠીઓ, જૈન સમાજના આગેવાનો, ભાવિકો તેમજ જૈન સાધુ-સાધ્વીજી મહારાજ સાહેબ જોડાયા હતા. જેમાં ભક્ત ભાવનગરના જ 3 હજારથી વધુ જૈનો જોડાયા હતા. લગભગ એક કિ.મી. વધુ લાંબી આ રેલી કાઢવામાં આવી હતી.

 

Related posts

ગુજરાત યુનિવર્સિટી અને ઉડાન ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે VISION GPSC કાર્યક્રમનું આયોજન

admin

આજનું પંચાંગ અને રાશિફળ, 02/11/2022

admin

Ahmedabad : આણંદજી કલ્યાણજી પેઢી ખાતે Mumbai અને Ahmedabad Jain સંગઠનની મીટિંગ યોજાઈ

admin

Leave a Comment