રત્નસુંદર સુરીશ્વરજી મહારાજ : આધુનિક સમાજમાં આજે વિવિધ પ્રકારનાં દૂષણો વધી રહ્યા છે. જેમાંનું એક દૂષણ પોર્નોગ્રાફી પણ છે. આ પોનોગ્રાફીનું દૂષણ ભારતીય સંસ્કૃતિ પર ન આવે એના માટેની પહેલ પદ્મભૂષણ વિભૂષિત, આચાર્ય રત્નસુંદરસૂરિ મહારાજ સાહેબે કરી હતી. અમદાવાદમાં યોજાઇ રહેલાં સ્પર્શ મહોત્સવ અંતર્ગત પદ્મભૂષણ વિભૂષિત રત્નસુંદરસૂરિશ્વર મહારાજ સાહેબનાં 400માં પુસ્તકનું વિમોચન થવા જઇ રહ્યું છે ત્યારે આવો જાણીએ તેમનાં આ મહત્વનાં વિચાર વિશે.
વિશ્વ આખામાં આજે દરેક સમુદાય પોતાનાં બાળકોનાં ઘડતરમાં યોગ્ય સંસ્કારોનું સિંચન થાય એવું વર્તી રહી છે. આપણે સૌ જાણીએ છીએ તેમ બાળકોને નાનપણથી જ જેવા સંસ્કારોનું ઘડતર કરવામાં આવે છે એવા જ આચાર અને વિચારો બાળકમાં ઉમેરાતા હોય છે. એક સમય એવો હતો જ્યારે, ગુડ ટચ અને બેડ ટચનાં અભ્યાસથી પણ પોતાનાં બાળકને વંચિત રાખતા માતા-પિતાની સૌથી મોટી સમસ્યા પોર્નોગ્રાફી હતી. આ પોર્નોગ્રાફીનું ચલણ ભારતીય લોકોમાં વધારે હતું. આ કારણે વિશ્વ સમાજમાં ભારતનું પશ્ચિમિકરણ અસ્તિત્વ થવાને રવાડે યુવા વર્ગ સંકુચિત થઇ ગયો હતો.
એજ્યુકેટેડ સમાજને આ વાતની જાણ હોવા છતાં જાહેરમંચ પર આ વિશે પોતાનો મત આપવાનું ટાળતા હતા. આવા સમયે જૈન સમાજનાં આચાર્ય રત્નસુંદરસૂરિ મહારાજે સૌ કોઇને હાકલ કરી હતી કે આ દૂષણને ભારત વર્ષમાંથી દૂર કરવું જોઇએ. પોર્નોગ્રાફીએ આપણાં બાળકોમાં નેગેટિવિટી ભરે છે. રત્નસુંદરસૂરિ મહારાજ એ પહેલાં વ્યક્તિ હતા જેમણે આ વિચારને વિશ્વ સ્તર પર મૂકીને સૌ કોઇને વિચારતા કરી દિધા હતા. આ વિચારની નોંધ ભારત સરકારે લીધી હતી. ભારત સરકારે પણ માનવું પડ્યું હતું કે, ઇન્ટરનેટનાં જેટલાં ફાયદા છે એનાં કરતા વધારે ગેરફાયદા છે. આ માટે આજે આપણા દેશમાં પોર્નોગ્રાફીનું દૂષણ અટક્યું છે.
સ્પર્શ મહોત્સવ માં ‘રત્ન સફારી’ પ્રકૃતિ અને રત્નસુંદર સૂરીશ્વરજી મહારાજનો પરિચય કરાવે છે.
ચાઇલ્ડ પોર્નોગ્રાફી પ્રતિબંધ લગાવાયો :
સાત વર્ષ પહેલાં બાળ અશ્લિલતા ભરી વેબસાઇટ પર પ્રતિબંધ લગાવાયો હતો. સંચાર અને સૂચના અને પ્રૌદ્યોગિકી મંત્રાલયએ 31 જુલાઇએ આઇટી અધિનિયમ-2000ની ધારા 79 (3) હેઠળ ‘અનૈતિક અને અશ્લીલ’ કરાર અપાતા 857 વેબસાઇટો પર પ્રતિબંધ લગાવાયો હતો. તે દરમિયાન મંત્રાલયે કહ્યું હતું કે, દૂરસંચાર વિભાગની વેબસાઇટમાં લગાવેલો પ્રતિબંધ અસ્થાયી છે. આ તો શરૂઆત છે. નિયમિત પણે આ પોર્નસાઇટ પર અંકુશ લગાવવાનો સમય ટુંક સમયમાં આવી જશે. એ સમયે ભારત સરકારના આ આદેશથી ઘણી વેબસાઇટ નિશાના પર આવી ગઇ હતી. સુપ્રિમ કોર્ટે આ પ્રકારની વેબસાઇટો પર પ્રતિબંધ લગાવવા બદલ સ્વતંત્રતાના વ્યક્તિગત અધિકારનું ઉલ્લંઘન ગણાવ્યું હતુ. જ્યારે ઇન્ટરનેટની સેવા પુરી પાડતી સંસ્થાઓને સરકારે વયસ્ક સામગ્રીવાળી વેબસાઇટોને બ્લોક કરવા માટે પણ કહ્યું હતું.
પોનોગ્રાફીનું દૂષણ ભારતીય સંસ્કૃતિ પર ન આવે એના માટેની પહેલ પદ્મભૂષણ વિભૂષિત, આચાર્ય રત્નસુંદરસૂરિ મહારાજ સાહેબે વર્ષ 2013માં કરી હતી. જુલાઇ 2013માં તેમણે ઓનલાઇન પોર્નોગ્રાફી બંધ કરતી એક અરજી રાજ્યસભામાં દાખલ કરી હતી. 15 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી સુધી સ્પર્શ મહોત્સવ અંતર્ગત પદ્મભૂષણ વિભૂષિત રત્નસુંદર સુરીશ્વરજી મહારાજ સાહેબનાં 400માં પુસ્તકનું વિમોચન થવા જઇ રહ્યું છે. 275થી વધારે પુસ્તક એક જ ભાષામાં લખવા બદલ તેમને ગોલ્ડન બુક ઓફ રેકોર્ડ એનાયત થયો હતો.