છેલ્લા 20-25 વર્ષોમાં, ટેક્નોલોજી ક્રાંતિએ સામાન્ય જીવનને ઘણી રીતે બદલી નાખ્યું છે. ખાસ કરીને જોવા જઈએ તો આપણા જીવનમાં સ્માર્ટફોની ઘણી ઊંડી અસર કરી છે. આજના માનવીનું જીવન સ્માર્ટફોન સિવાયનું કલ્પવું ઘણું મુશ્કેલ છે. છેલ્લા એક દાયકામાં જ સ્માર્ટફોનના ફીચર્સમાં આશ્ચર્યજનક પ્રગતિ થઈ છે, પરંતુ એવું માનવામાં આવે છે કે આ સ્માર્ટફોન પણ ટૂંક સમયમાં ઇતિહાસનો ભાગ બની શકે છે અને ટેક્નોલોજીની વધતી જતી ગતિ સ્માર્ટફોનને પાછળ છોડીને આગળ વધશે. ત્યારે નોકિયાના સીઈઓ Pekka Lundmark એ દાવો કર્યો છે કે, છેલ્લા એક દાયકામાં સ્માર્ટફોનમાં ઝડપી ફેરફારો જોવા મળ્યા છે, ત્યારે હવે એવું જણાય રહ્યું છે કે સ્માર્ટફોનના વિકાસની આ ઝડપી ગતિ તેમના યુગનું કારણ બનશે. અન્ય માહિતી આપતાં જણાવેલું, વર્ષ 2030 સુધીમાં 6જી ટેક્નોલોજી શરૂ થઈ જશે, પરંતુ ત્યાં સુધીમાં સ્માર્ટફોન સામાન્ય ઈન્ટરફેસ નહીં રહે.
દાવોસમાં ચાલી રહેલા વર્લ્ડ ઈકોનોમિક ફોરમમાં પેક્કાએ કહ્યું કે જો કોમર્શિયલ માર્કેટની વાત કરીએ તો વર્ષ 2030 સુધીમાં દુનિયાના ઘણા ભાગોમાં 6G ટેક્નોલોજી જોવા મળી શકે છે. 6Gના આગમન પહેલા જ લોકો સ્માર્ટફોનની તુલનામાં સ્માર્ટ ચશ્મા અને અન્ય આવા ઉત્પાદનોનો ઉપયોગ કરવાનું શરૂ કરશે. ત્યાં સુધી અમે જે સ્માર્ટફોનનો ઉપયોગ કરી રહ્યા છીએ તે હવે સૌથી વધુ ઉપયોગમાં લેવાતા ઇન્ટરફેસ નહીં હોય. આમાંથી ઘણી વસ્તુઓ સીધી આપણા શરીરમાં જોવા મળશે.
એલોન મસ્ક ભવિષ્યની ટેકનોલોજી વિશે પણ સક્રિય છે :
જોકે નોકિયાના સીઈઓએ એ નથી જણાવ્યું કે તેઓ કયા ડિવાઈસ વિશે વાત કરી રહ્યા છે. પરંતુ એવી આશંકા છે કે પેક્કા દુનિયાના સૌથી લોકપ્રિય બિઝનેસમેન ઈલોન મસ્કની ન્યુરાલિંક કંપનીનો ઉલ્લેખ કરી રહ્યાં હતાં. તમને જણાવી દઈએ કે મંગળ પર માનવ વસાહત સ્થાપવાનું અને ઉચ્ચ ગુણવત્તાની પ્રીમિયમ ઈલેક્ટ્રિક કાર બનાવવાનું સપનું જોનાર ઈલોન મસ્ક માનવ મન સાથે પણ પ્રયોગ કરવા ઈચ્છે છે. મસ્કની ન્યુરાલિંક જેવી કેટલીક કંપનીઓ મગજના કોમ્પ્યુટર ઈન્ટરફેસ વિકસાવી રહી છે અને હાલમાં તેનો ઉપયોગ પ્રાણીઓ પર થઈ રહ્યો છે. ગયા વર્ષે, મસ્કે ફૂટેજની મદદથી આ ટેક્નોલોજીનો ડેમો પણ બતાવ્યો હતો. જેમાં એક આફ્રિકન લંગુરના મગજમાં ચિપ હતી અને તે માઇન્ડ પૉંગ ગેમ રમી રહ્યો હતો.
નેટફ્લિક્સના શોમાં આવનારું ભવિષ્ય જોવા મળ્યું :
જો કે આ લંગુરને જોયસ્ટીક ચલાવવાની તાલીમ આપવામાં આવી હતી. પરંતુ આ ટેસ્ટ દરમિયાન તે અનપ્લગ થઈ ગયો હતો અને આ આફ્રિકન વાનર મનથી પેડલને કંટ્રોલ કરી રહ્યો હતો. પરંતુ તેને લાગ્યું કે તે જોયસ્ટીકની મદદથી આ કરી રહ્યો છે. આ સિવાય નેટફ્લિક્સના શો બ્લેક મિરરમાં પણ આ ટેક્નોલોજી બતાવવામાં આવી હતી. જો કે આ ફ્યુચરિસ્ટિક ડાર્ક શોમાં ઘણી વખત આવી ટેક્નોલોજીને નેગેટિવ રીતે બતાવવામાં આવે છે. પરંતુ આ શોમાં મગજની ચિપની મદદથી મનુષ્ય પોતાની રોજિંદી જીંદગી કેવી રીતે પસાર કરે છે તેનો નમૂનો ચોક્કસ જોવા મળ્યો હતો.
6G ક્યારે આવશે?
હાલમાં ભારતમાં 5G લોન્ચ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. પીએમ મોદીએ કહ્યું છે કે, તેઓ 6જી માટે સ્પેશિયલ ટાસ્ક ફોર્સ તૈયાર કરી રહ્યા છે. એવું માનવામાં આવે છે કે આ વર્ષના અંત સુધીમાં ભારતમાં 5G ટેક્નોલોજી આવી જશે, જોકે ભારતના પરિપ્રેક્ષ્યની વાત કરીએ તો 6G વિશે અત્યારે કંઈ કહી શકાય નહીં.