વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતૃશ્રી હીરાબાનું 100 વર્ષની વયે નિધન થયું છે. વડાપ્રધાન મોદીના માતા હીરાબાની તબિયત નાદુસ્ત થતાં તેઓ છેલ્લા બે દિવસથી અમદાવાદની U.N મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. રાત્રીના 3.30 ના સમયે હીરાબાએ અંતિમ શ્વાસ લીધા હતી. PM નરેન્દ્ર મોદીના માતા હીરાબાના નિધન પર જૈનાચાર્ય શ્રીમદ વિજય રત્નસુંદરસૂરીશ્વરજી મ.સા. પત્ર દ્વારા શ્રદ્ધાંજલિ આપી હતી. આ સાથે પ્રધાનમંત્રીના માતૃપ્રેમ અને માતૃભક્તિના પ્રસંગોની વાત કરતા ભાવના વ્યક્ત કરી હતી.
“હમણાં જ આપશ્રીના માતૃશ્રીના સ્વર્ગગમનના સમાચાર સાંભળવા મળ્યાં અને મન સ્તબ્ધ થઈ ગયું. આપના માતૃપ્રેમના અને માતૃભક્તિના અલગ અલગ પ્રસંગો અલગ અલગ માધ્યમોથી જ્યારે જ્યારે પણ મને જોવા, જાણવા કે સાંભળવા મળ્યાં છે ત્યારે ત્યારે દિલ અચૂક ભાવુક બની ગયું છે. વધાપ્રદાનનું આપનું પદ એ પ્રસંગોમાં આપને ખુદને ભાવુક બનતા વચ્ચે આવ્યું નથી. સત્તા-શક્તિ, પ્રશંસા, પ્રસિદ્ધિ, સફળતા, સામર્થ્ય આ બધુ શિખર પર હોય એ પછી છે હ્રદયની સંવેદનશીલતાને આસમાની સ્પર્શ રાખી શકાય છે એ આપે આપના માતા સાથેના લાગણીસભર વ્યવહારથી સાબિત કરી આપ્યું છે. આપનું આ જીવંત આલંબન અને આત્માઓ મારે પ્રેરક બની રહે અને ઉપકારી માતાની વિદાયને જીરવી જવાનું સામર્થ્ય પ્રભુ તરફથી આપને મળીને રહે એજ અંતરની શુબકામના.”
– જૈનાચાર્ય શ્રીમદ વિજય રત્નસુંદરસૂરીશ્વરજી મ.સા.