કેન્દ્ર સરકારના બે વિભાગો કોમન સર્વિસ સેન્ટર અને પોસ્ટ વિભાગ વચ્ચે કરાર કરવામાં આવતાં ગ્રામિણ વિસ્તારનાં લોકોને ખૂબ ફાયદો થશે. દૂર વિસ્તારમાં કોઈ વસ્તું મોકલવા માટે ગામની પોસ્ટ ઓફિસ ખાતેથી તેનો લાભ લઈ શકશે. જેનાથી લોકોને પાર્સલ અને સ્પીડ પોસ્ટ બુક કરવા માટે દૂરના વિસ્તારોમાં જવાની જરૂર રહેશે નહીં.
માહિતી અને ટેકનોલોજી મંત્રાલયની સંસ્થા કોમન સર્વિસ સેન્ટરે પોસ્ટ વિભાગ સાથે કરાર કરતાં ડાક મિત્ર સેવાની શરૂઆત કરવામાં આવેશ. જેનાં દ્રારા કોમન સર્વિસ સેન્ટર ( CSC )ના ગ્રામ્ય સ્તરના સાહસિકો તેમના જ વિસ્તારોમાં સ્પીડ પોસ્ટ અને રજીસ્ટર્ડ પાર્સલ બુકની સુવિધાનો લાભ લઈ શકશે. આમ તેમાં કોમન સર્વિસ સેન્ટરના સેન્ટ્રલાઈઝ્ડ ડિસ્ટલ સેવા પોર્ટલનો ઉપયોગ કરવામાં આવશે.
સ્પીડ પોસ્ટ ફક્ત CSC મારફતે :
હવેથી ગામડાઓમાં આવેલ સીએસસી ખાતેથી સ્પીડ પોસ્ટ અને રજીસ્ટર્ડ પાર્સલ બુક કરાશે. બુકિંગની પ્રક્રિયા પૂર્ણ થયા પછી કોમન સર્વિસ સેન્ટર દ્રારા તમે બુક કરેલ સ્પીડ પોસ્ટ અને પાર્સલ નજીકની પોસ્ટ ઓફિસમાં પહોંચાડવામાં આવશે. આમ દૂરના વિસ્તારોમાં રહેતા લોકોને સ્પીડ પોસ્ટ અને પાર્સલ બુકિંગ માટે દૂરના નગરો અને શહેરોમાં જવાની જરૂર રહેશે નહીં. તે દેશભરમાં ફેલાયેલા 4.5 લાખથી વધુ સામાન્ય સેવા કેન્દ્રોની મુલાકાત લઈને પોતાનું પાર્સલ અને સ્પીડ પોસ્ટ પણ બુક કરી શકશે.
ગ્રામિણ ક્ષેત્રના લોકોને થશે ફાયદો :
કોમન સર્વિસ સેન્ટરના મેનેજિંગ ડિરેક્ટર દિનેશ ત્યાગીના જણાવ્યાં પ્રમાણે, આ સેવાથી મુખ્યત્વે ગ્રામીણ વિસ્તારના લોકોને ફાયદો થશે. જેનાથી ગ્રામીણ ક્ષેત્રમાં પોસ્ટલ વિભાગના વ્યવસાયમાં વધારો થશે. લોકોને પાર્સલ અને સ્પીડ પોસ્ટ બુક કરવા માટે દૂરના વિસ્તારોમાં જવાની જરૂર રહેશે નહીં. તેમણે કહ્યું કે આ કરાર કોમન સર્વિસ સેન્ટર અને ઈન્ડિયા પોસ્ટ બંને માટે ફાયદાકારક છે. આનાથી ડાક મિત્ર સેવાની લોકપ્રિયતા તો વધશે જ પરંતુ ગ્રામીણ વિસ્તારોમાં લોજિસ્ટિક્સ બિઝનેસને પણ વેગ મળશે.
આ સુવિધા દ્રારા વિવિધ પ્લેટફોર્મ પર પોતાનો માલ વેચવાની પ્રક્રિયાને ઝડપી બનાવી શકશે. આમ ગ્રામીણ વિસ્તારોમાં સૂક્ષ્મ-લઘુ-મધ્યમ ઉદ્યોગોને પણ વેગ મળશે.