જમ્મુ કાશ્મીરમાં PMO અધિકારી તરીકેની ઓળખ આપીને Z પ્લસ સિક્યોરિટી, બલેટપ્રુફ એસયુવીની સુવિધા મેળવી ફરનાર ગુજરાતના મહાઠગ કિરણ પટેલની ધરપકડ બાદ એક પછી એક નવા ખુલાસા બહાર આવી રહ્યા છે. કાશ્મીરમાં કિરણ પટેલની ફરિયાદ નોંધાય પછી ધરપકડ કરવામાં આવેલી. ત્યારે ગુજરાતમાં તેના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાઈ છે. જેમાં અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ઠગ કિરણ પટેલ અને તેની પત્ની માલિની પટેલ સામે ફરિયાદ નોંધી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચમાં ગુનો નોંધાતા કિરણ પટેલની પત્ની જાણી ગાયબ જ થઈ ગઈ છે. જેમાં ગુજરાત સરકારના પૂર્વ મંત્રી જવાહર ચાવડાના ભાઈ જગદીશ ચાવડાએ ફરિયાદ નોંધાવી છે.
PMO ના અધિકારી તરીકે મોટા બાંગા નાખીને કિરણ પટેલે અનેક વ્યક્તિ સાથે છેતરપિંડી કરી હતી. મળતી માહિતી પ્રમાણે, કિરણ પટેલે પૂર્વ મંત્રી જવાહર ચાવડાના ભાઈ જગદીશ ચાવડાના સિંધુભવન રોડ પર આવેલા સોસાયટીના બંગલા પર નજર બગાડી હતી. આમ મોટી ઓળખાણો અને વાતોમાં ભેરવીને જગદીશ ચાવડાનો બંગલો પચાવી પાડવાનો પ્રયાસ કર્યો હતો. ઉપરાંત કિરણ પટેલે જગદીશ પટેલના બંગલામાં પોતાના નામનું બોર્ડ પણ લગાવી દીધું હતું. એટલું કાફી ન હતું તો તેણે સિવિલ કોર્ટમાં ખોટો કેસ પણ દાખલ કર્યો હતો.
અનેક લોકોને ચૂનો લગાવ્યો છે કિરણ પટેલે
કિરણ પટેલે અત્યાર સુધી ઘણા બધા લોકોને ચૂનો લગાવ્યો છે. જેને લઈને કિરણ પટેલ વિરુદ્ધ વડોદરામાં પણ ફરિયાદ નોંધાઈ હતી. 2018માં વડોદરામાં કિરણ પટેલે એક ગરબા મોહત્સવનું આયોજન કર્યુ હતું. આ મહોત્સવમાં ડેકોરેશન કરનાર અમદાવાદના એક વ્યક્તિને ઠગ્યા હતા. પ્રાપ્ત માહિતી પ્રમાણે કિરણ પટેલે જૈન ડેકોરેટર્સ એન્ડ કેટરર્સ સાથે એક કરોડથી વધુની છેતરપિંડી કરી હોવાનું જાણવા મળે છે. જેથી કિરણ પટેલ વિરુદ્ધ રાવપુર પોલીસ મથકમાં પણ ફરિયાદ નોંધાઈ હતી.
અનેક લોકોને છેતરનાર ઠગને જમ્મુ કાશ્મીર પોલીસે પકડી પાડ્યો
જમ્મુ કાશ્મીરમાં પોલીસે PMO ઓધિકારની ઓળખ આપનાર ઠગની ધરપકડ કરી હતી. આ ઠગ ગુજરાતનો કિરણ પટેલ નામનો વ્યક્તિ છે. જેણે પોતે PMOના એડિશનલ ડાયેરક્ટર હાવોનું કહીને જમ્મુ કાશ્મીરમાં Z પ્લસ સિક્યોરિટી સહિતની અનેક સરકારી સુવિધાઓ મેળવી હતી. આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ કરતા કિરણ પટેલ નકલી અધિકારી હોવાનું સામે આવ્યું હતું. ત્યારે જમ્મુ કાશ્મીર પોલીસે 15 દિવસ પહેલા તેની ધરપકડ કરી હતી. પોલીસ દ્વારા ઘણા ખુલાસા કરતા કિરણ પટેલ નામના આ વ્યકિતએ અનેક લોકો સાથે છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું હતું.