રાજસ્થાનના સિરોહી જિલ્લાના પિંડવારા તાલુકામાં આવેલા ભારજા ગામે શ્રી આદિનાથ જૈન શ્વેતાંબર દેરાસર આવેલું છે. જ્યાં મુલનાયક શ્રી આદિનાથ ભગવાન પદ્માસન મુદ્રામાં બિરાજમાન છે. ભારજા ગામની અંદર આવેલા આ સુંદર જૈન શ્વેતાંબર દેરાસરમાં શ્રી આદિનાથ ભગવાનની મૂર્તિ ખૂબ જ સુંદર અને પ્રાચીન છે. દેરાસર જૂનું હોવા છતા તેની ખૂબ જ સારી રીતે જાળવવામાં આવ્યું છે. આમ સુંદર કોતરણી કામ અને આરસથી બનાવવામાં આવેલા દેરાસરની એક આગવી વિશેષતા છે.
આ સાથે અહીં ધર્મશાળા અને ભોજનશાળાની સુવિધાઓ ઉપલબ્ધ છે. આમ ત્યાં આ કોઈ સુવિધાનો લાભ લેવા માટે અગાઉથી જાણ કરવાની હોય છે.
કેવી રીતે પહોંચવું:
ભારજા ગામ રાજસ્થાનના સિરોહી જિલ્લાના પિંડવાડા તાલુકામાં આવેલું છે. તે પિંડવાડાથી 42 કિમી અને સિરોહીથી 61 કિમી દૂર છે. આ દેરાસરથી નજીક ભીમાણા રેલવે સ્ટેશન પડશે. ઉપરાતં બાઈપ્લેન આવવા ઈચ્છતા લોકો માટે ઉદયપુર એરપોર્ટ સુધી આવીને પછી ત્યાં દેરાસર સુધી પહોંચી શકાશે.