-
Morning Walk કરવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક
-
શું તમે જાણો છો, Walking કરવાનો યોગ્ય સમય
Morning Walk કરવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. આમ ક્યાં સમયે વૉક કરવું વધુ લાભદાયક નીવડે અને વૉક કરવાનો યોગ્ય સમય શું છે? તે જાણવું વધુ આવશ્યક છે. વોકિંગ એ કોઈપણ ઉંમરના વ્યક્તિ કરી શકે છે. પરંતુ શું તમે જાણો છો કે તમારે એક દિવસમાં કેટલું ચાલવું જોઇએ? તો જાણો 5 વર્ષની ઉંમરથી લઇને 60 વર્ષ સુધીના વ્યક્તિએ કેટલું ચાલવું જોઇએ. ઉપરાંત વૉક કરવાથી તમારા શરીરને ક્યાં ક્યાં ફાયદા થાય છે તે જાણીએ.
વૉકિંગનાં વિવિધ ફાયદાઓ :
- Morning Walk થી ભરપૂર પ્રમાણમાં વિટામિન-ડી મળે છે.
- Morning Walk થી આપણને વાતાવરણમાં રહેલો શુદ્ધ ઓક્સિજન મળે છે.
- દરરોજ સવારે ખુલ્લી હવામાં ચાલવાથી હૃદય સંબંધિત સમસ્યા થતી નથી.
- શરીરના વધતા વજનથી પરેશાન લોકો માટે Morning Walk ખૂબ જ ઉપયોગી નીવડશે.
- Morning Walk કેન્સર રોગ સામે લડવામાં મદદ કરે છે.
- વહેલી સવારે 45 મિનિટ મૉર્નિંગ વૉક કરવું કેન્સરના દર્દી માટે ખૂબ જ ફાયદાકારક છે.