-
સ્પર્શ મહોત્સવનાં પ્રારંભે RSS નાં વડા મોહન ભાગવત આવ્યા | Sparsh Mahotsav GMDC
Sparsh Mahotsav GMDC | અમદાવાદમાં સ્પર્શ મહોત્સવનો પ્રારંભ થયો છે ત્યારે પદ્મભૂષણ વિભૂષિત રાજપ્રતિબોધક પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ વિજય રત્નસુંદરસૂરિ મહારાજ સાહેબના 400માં પુસ્તકના વિમોચન કરવામાં આવશે. જેમાં પદ્મભૂષણ જૈનાચાર્ય વિજય રત્નસુંદર સૂરિશ્વરજી મહારાજ સાહેબના 400માં પુસ્તકનું વિમોચન 22 જાન્યુઆરીના રોજ કરવામાં આવશે. સ્પર્શ મહોત્સવમાં આ સાથે રત્ન સફારી, અદ્યતન થ્રી-ડી ટેક્નોલોજી મેપિંગ શૉ દ્વારા જૈન ધર્મના મુલ્યો, ગિરનાર તીર્થનું મહત્વ, રત્ન વાટિકા, બ્રહ્માંડના નવ ગ્રહો થકી જીવન જીવવાની ચાવીઓ એવુ રત્ન યુનિવર્સ અનેકવિધ દાર્શનિક રત્નો આકર્ષણના કેન્દ્ર બનાવવામાં આવ્યાં. પુસ્તક વિમોચન થયા બાદ 26 જાન્યુઆરી સુધી સ્પર્શ મહોત્સવમાં ચાલુ રહેશે. જેમાં પુસ્તક વિમોચન થયા પછી બાકીના દિવસોમાં આઠ મુમુક્ષુ સંસારનો ત્યાગ કરીને દિક્ષા લેશે.
સ્પર્શ મહોત્સવના શરૂઆતમાં શ્રીમદ વિજય રત્નસુંદરસૂરિ મહારાજ સાહેબના દર્શન કરવા માટે સમાજ તથા શાસનના કાર્યો, શીલ – સદાચાર – સંસ્કૃતિ રક્ષાન કાર્યોની ચર્ચા – વિચારણા હેતુ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા સરસંઘસંચાલક મોહન ભાગવત આવ્યા હતા અને લાંબી ચર્ચા વિચારણા કરી હતી.
15મી જાન્યુઆરીથી 26મી જાન્યુઆરી દરમિયાન યોજાનાર Sparsh Mahotsav માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત સ્પર્શ નગરીની મુલાકાત લઇ સમગ્ર મહોત્સવ વિસ્તારના જુદા-જુદા પ્રકલ્પોની મુલાકાત લીધી હતી. જેમાં ગિરનારજી તીર્થની પ્રતિકૃતિમાં બિરાજમાન તીર્થંકર શ્રી નેમિનાથ ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
આ પ્રસંગે પ્રાંત પ્રચારકશ્રી ચિંતન ભાઈ ઉપાધ્યાય, ડો ભરતભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા. સ્પર્શ સમિતિના મુખ્ય કન્વીનર શ્રી કલ્પેશભાઈ વી શાહે મોહન ભાગવતને સમગ્ર આયોજનની માહિતી આપી હતી. ભાગવતએ આચાર્ય ભગવંતના આશીર્વાદ લીધા અને સમગ્ર કાર્યક્રમ ખુબજ પ્રભાવક બની રહે તે માટે સમિતિના સૌ સભ્યોને શુભકામનાઓ પાઠવી હતી.