ઈ-કોમર્સ વેબસાઈટ Amazon પર ઘણી બધી એવી સ્કિમ-ઓફર આવતી હોય છે. જેનો ગ્રાહકો ઘણો ફાયદો ઉઠાવતાં હોય છે. Amazon પર રૂ.2,500થી ઓછી કિંમતના શાનદાર ફ્રીજ મળે છે. ત્યારે Amazon માં એક એવું મીની ફ્રિજ જોવા મળ્યું છે જેને તમે મુસાફરી દરમિયાન પણ સાથે લઈ જઈ શકો છો. જે મીની ફ્રીજ બાબતની તમામ માહિતી તમને અહીં જાણાવીશું.
મુસાફરી દરમિયાન આપણને ઠંડા પાણી અઝવા કોલડ્રિંક લેવાની ઈચ્છા થાય છે. તેવામાં ખાસ કરીને ઉનાળા દરમિયાન થતી મુસાફરીમાં અમુક જગ્યાં ઠંડા પીણા ઉપલબ્ધ હોતાં નથી. તેવી સ્થિતિમાં ફ્રીજ તો સાથે શકાતું નથી. પરંતુ હવે તે શક્ય છે. આમ એમેઝોન પર એવું ફ્રિજ જોવા મળ્યું છે કે, જેને મુસાફરી દરમિયાન સાથે લઈ શકીએ છીએ. Askme 7.5L Mini Car Refrigerator Portable Thermoelectric Car Compact Fridge Freezer મુસાફરીમાં ઠંડા પીણા રાખવા માટે મદદરૂપ બનશે. આ ફ્રિજની મૂળ કિંમત 7,999 રૂપિયા છે પરંતુ તેને 71 ટકાના ડિસ્કાઉન્ટ પર 2,337 રૂપિયામાં ખરીદી શકાશે. આ સાથે ફેડરલ બેંકના કાર્ડ પર 10 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.
ફ્રિજની ખાસિયતની વાત કરીએ તો, આ એક પોર્ટેબલ થર્મોઇલેક્ટ્રિક કાર કોમ્પેક્ટ ફ્રિજ છે. તેનો ઉપયોગ ઘરના ઇલેક્ટ્રિક કૂલર તરીકે પણ થઈ શકે છે. તેની ક્ષમતા 7.5 લિટર છે. તે ઘરના રેફ્રિજરેટરથી અલગ છે. તમે તેને કારની પાછળની સીટ પર પણ સરળતાથી રાખી શકો છો. તેને કારના 12V સિગારેટ લાઇટર સાથે પ્લગ કરી શકાય છે. તમારે લાંબા પ્રવાસો માટે ઠંડા પાણી અથવા પીણાં માટે પૈસા ખર્ચવાની જરૂર નથી. પીણાં, નાસ્તા અને ભોજન માટે પરફેક્ટ. તેનું તાપમાન 65 ° સે અથવા 5 ° સે સુધી જઈ શકે છે. તે અત્યંત હલકો છે. તેને ખભા પર પણ લઈ જઈ શકાય છે. ફક્ત તેના ફ્લિપ ટોપ કવરને દૂર કરો અને તેમાં તમારો સામાન મૂકી શકાય છે.