AI વોઈસ આસિસ્ટન્સ સાથેની આ પહેલી મેડ ઈન ઈન્ડિયા ઘડિયાળ Max Pro Turbo ના લોન્ચ સાથે Maxima Watches એ તેની smartwatch ની રેન્જમાં વધારો કર્યો છે. Siri, Google Voice Assistant અને Active Scrolling Crown સાથેની આ ઘડિયાળ માત્ર રૂ. 2,999 ઘડિયાળ એમેઝોન પરથી ખરીદી શકાશે. આ ઘડિયાળમાં ઘણી વિશેષ સુવિધા પણ ઉપલબ્ધ થશે. જેમાં AI વૉઇસ સહાય, બ્લૂટૂથ કૉલિંગ, ઝૂમ માટે સક્રિય સ્ક્રોલિંગ ક્રાઉન અને વૉચ ફેસનો સમાવેશ કર્યો છે. તેમાં મેટાલિક બોડી છે. સાથે જ 1.69 ઇંચની HD IPA સ્ક્રીન આપવામાં આવી છે. આમ તેની ડિસપ્લે વધુ આકર્ષિત લાગે છે.
આ ઘડિયાળમાં ખાસ પ્રકારે ફિચર પ્રોવાઈડ કરવામાં આવ્યાં છે. ત્યારે તેમાં આવતાં કોલને રસિવ ન કરવા ઈચ્છતાં કોલને મ્યૂટીંગમાં મોડમાં કરી શકે છે. મેક્સ પ્રો ટર્બો સ્માર્ટવોચમાં આપેલાં સ્પોર્ટ્સ મોડ્સની વાત કરીએ તો, તેમાં એસપીઓ2, હાર્ટ રેટ અને ઊંઘને મોનિટર જેવી ઉત્તમ ટેક્નોલોજીનો સમાવેશ કર્યો છે. ઉપરાંત તે મિડનાઈટ બ્લેક, ગોલ્ડ બ્લેક, આર્મી ગ્રીન અને સિલ્વર કલરમાં ઉપલબ્ધ છે. વિશેષમાં, ક્રિકેટર સૂર્ય કુમાર યાદવને મેક્સિમા વોચિસના તાજેતરમાં જ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યા છે.
મેક્સિમા વોચીસના મેનેજિંગ પાર્ટનર મનજોત પુરેવાલે જણાવ્યું હતું કે, “અમે એમેઝોન સાથે આ ઓનલાઈન એક્સક્લુઝિવ લોન્ચ કરીને અત્યંત ખુશ છીએ. મેક્સ પ્રો ટર્બોને ઘણી વિશિષ્ટ સુવિધાઓ સાથે રજૂ કરવામાં આવી છે. એક્ટિવ ક્રાઉન ટેક્નોલોજી અને AI વોઈસ આસિસ્ટન્સ સાથેની આ પહેલી મેડ ઈન ઈન્ડિયા ઘડિયાળ છે જેની કિંમત માત્ર રૂ. 2,999 છે. અમે આશા રાખીએ છીએ કે, અમેઝોન પર આ પ્રોડક્ટ માટે અમને સારો પ્રતિસાદ મળશે.