December 18, 2024
Jain World News
FeaturedJain Dharm SpecialJain PhilosophyJainism

માનસિક સુખ-શાંતિ-સમાધિ અને મોક્ષ માર્ગ માટે કલ્યાણકારી ઔષધ એટલે પંચસૂત્ર

પંચસૂત્ર

જૈન ધર્મમાં શ્રી પંચસૂત્ર નું ખૂબ જ મહત્વ છે. માનસિક સુખ, શાંતિ, સમાધિ અને મોક્ષ માર્ગ માટે કલ્યાણકારી ઔષધ એટલે પંચસૂત્ર. પંચસૂત્રના સ્વાધ્યાયથી ઘણો ફાયદો થાય છે. ત્યારે આપણે પંચસૂત્રના મહત્વ વિશે આજે વાત કરીશું. પંચસૂત્રના મહત્વ અને વિશેષતાની વાત કરીએ એ પહેલા પંચસૂત્રના સ્વાધ્યાય વિશે માહિતી મેળવીએ.

▪️ શું તમે આધિ-વ્યાધિ- ઉપાધિથી પીડાઓ છો…?
▪️ શું તમને કષાયો-ક્રોધ, માન,માયા, લોભ કનડે છે….?
▪️ શું તમને અન્ય કોઈથી ભય પેદા થયો છે….?
▪️ શું તમારા ચિત્તમાં સંકલેશ પેદા થયો છે…?
▪️ શું તમને રોગ-વિયેાગ અને મરણ સતાવે છે…?
▪️ શું તમે સંકલ્પ અને વિકલ્પની માયાજાળમાં ફસાયા છો..?
▪️ શું તમે વિષયવાસનાથી પીડિત થયા છો…?

હા…! તેા પૂર્વધર મહાપુરુષો ગેરંટીપૂર્વક આપણને સહુને ભારપૂર્વક ફરજ પાડે છે કે – આ પંચસૂત્ર -પ્રથમસૂત્રનો વારંવાર સ્વાધ્યાય કરો… અરે ! ધારો કે ઉપરની કોઇ વસ્તુ તમને સતાવતી નથી. બલ્કે તમારું ચિત્ત શાંત-સ્વસ્થ -પ્રસન્ન છે. તો પણ પૂર્વધર શ્રી ચિરંતનાચાર્ય ભગવાન સૌને ફરજ પાડતા…ભાવકરુણા કરી ફરમાવે છે કે –

“ત્રણે સંધ્યાએ અવશ્ય આ સૂત્રનો પાઠ કરો જ… કરો…!”

▪️ તમારૂં ચિત્ત નિર્મળ બનશે જ…
▪️ કુટુંબમાં સંપ પેદા થશે…
▪️ આત્મા પવિત્રતમ બનશે….
▪️ સર્વ જીવો સાથે સ્નેહ-પ્રેમ જોડાશે…
▪️ પુણ્યના ગુણાકાર, પાપના ભાગાકાર અને આત્માની વિશુદ્ધિ થશે.
▪️ અશુભકર્મોની સ્થિતિ-રસ ઘટશે…
▪️ શુભકર્મોની પરંપરા પુષ્ટ બનશે…
▪️ જીવનમાં શાંતિ…
▪️ મરતાં સમાધિ…
▪️ પરલોકે ધર્મ સામગ્રી સંપન્ન સદ્દગતિ અને..
▪️ પ્રાંતે શિવગતિના ભોક્તા બનશો જ…!..

અને અનંતકાળ સુઘી સ્વભાવજન્ય આનંદનો ઉપભોગ કરશો જ…!..

પ.પૂ.પં. શ્રી કીર્તિસેનવિજયજી ગણિ..

ચિંતનોનાં તેજકિરણો – 547, સાધુ ભગવંતના ગુણ નિષ્પન્ન અપરનામ

જૈન સાધુ સાધ્વીજી ભગવંતો વિશેષ ગુણો ધરાવે છે. તેમના ચિંતન અને ગુણોનું તેજ કઈ અલગ જ જોવા મળશે. ત્યારે સાધુ ભગવંતનો ગુણ નિષ્પન્ન અપરનામ 547 ચિંતનોનાં તેજકિરણો શેમાં સમાયેલા છે તેની જાણકારી મેળવીશું.

▪️ શ્રમણ – આત્માને તપથી પરિશ્રમીત કરાવનાર…
▪️ સંયત – ઈન્દ્રિયો અને કષાયોને રોકનાર…
▪️ ઋષિ – રિદ્ધિ-સિદ્ધિઓ પ્રાપ્ત કરનાર….
▪️ મુનિ – સ્વ-પર પદાર્થના જ્ઞાતા…
▪️ સાધુ – સાધે તે સાધુ. સહન કરે તે સાધુ….
▪️ વીતરાગી – રાગ-દ્વેષથી રહિત થવા ઉદ્યમવંત…
▪️ ભદંત – સર્વ કલ્યાણ પ્રાપ્ત….
▪️ દાંત – ઈન્દ્રિયોને દમે તે, વિજયી બને તે….

‘શ્રુત સાગરના રહસ્યો’ને આધારે…

સંકલન: મીતા શાહ

આ પણ વાંચો : ચારિત્ર જ્ઞાન ના ઉપકરણો ક્યાં ક્યાં છે, શું તમે જાણો છો?

Related posts

Sparsh Mahotsav 2023 Ahmedabad : ગિરનાર પર્વત પર લાઈટ અને સાઉન્ડ શો આકર્ષણનું કેન્દ્ર

admin

જૈન ધર્મના ત્રીજા તીર્થંકર શ્રી સંભવનાથ ભગવાન

admin

આવો ગુજરાતનાં 17 સૌથી વધુ લોકપ્રિય જૈન દેરાસરનાં દર્શન કરીએ

admin

Leave a Comment