તમે ગુજરાતમાં આવેલા જૈન તીર્થસ્થાનોની મુલાકાત લીધી છે ક્યારેય? આમ જૈન ધર્મના પ્રખ્યાત તીર્થસ્થાનો અને દેરાસરો વિશે જાણીકારી મેળવીએ. ત્યારે અમદાવાદનાં રાજનગર તીર્થ માં આવેલું શ્રી ધર્મનાથ ભગવાનનાં દેરાસર વિશે માહિતી મેળવીએ.
રાજનગર તીર્થનો પરિચય :
અમદાવાદ શહેરને રાજનગર અને કર્ણાવતી તરીકે ઓળખવામાં આવે છે. પ્રાચીનકાળમાં જૈનોની વસતી ઘણી હતી. આમ તેને જૈનપુરી નગરી તરીકે ઓળખવામાં આવે છે. અહીં 250 જૈન મંદિરો આવેલા છે. આમાનું જિનાલય શેઠ હઠીસિંહનું મંદિર દિલ્લી દરવાજા બહાર હઠીસિંહની વાડીમાં આવેલું છે. શ્રી જૈન શાસનની ભવ્ય પરંપરા અને ગૌરવવંતા ઈતિહાસની સાક્ષી પૂરતી આ ધર્મનગરીએ અનેક શાસન ઉન્નતિના કાર્યો કરીને જિનશાસનની ધજાપતાકા સારાય વિશ્વમાં ફેલાવી છે. વિશેષમાં કહીએ તો, છેલ્લાં પાંચસો વર્ષથી જૈનશાસનની રાજધાનીનું સ્થાન અને માન આ નગરને ફાળે જાય છે. આની સાથે વિશાળ જિનાલયનો ઉજવળ ઇતિહાસ અને ધાર્મિક ભાવનાની સાક્ષી આ ધર્મનગરી છે.
રાજનગર તીર્થ ઉપરાંત અનેક જિનાલયો અને ધર્મ સ્થાપત્યો :
રાજનગરમાં અનેક જિનાલયો, ઉપાશ્રયો, જ્ઞાનભંડારો, આયંબિલશાળા ઉપરાંત વિશેષ ધર્મ સ્થપાયેલ રહેલા છે. આ સાથે ત્યાં પ્રાથીન 161 જિનાલયો તેમજ નવા દેરાસરો મળી કુલ 357 જિનાલયો આવેલા છે. આગળ વાત કરીએ તો, ભારતભરમાં આવેલ અનેક તીર્થસ્થાનોનું સંચાનલ કરતી સંસ્થા શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી પણ ત્યાં આવેલી છે. આમ તેના થકી અમદાવાદ અને ભારતભરનાં જિનાલયોની તમામ પ્રકારની વિસ્તૃત માહિતી ત્યાંથી મળી શકે છે.
રાજનગર તીર્થની પરની વ્યવસ્થા :
અમદાવાદ રેલ્વે સ્ટેશનથી ત્રણ કિલોમીટરનાં અંતરે આવેલું આ જિનાલય સુધી પહોંચવા માટે દેશના કોઈપણ ખૂણેથી લોકો આસાનીથી પહોંચી શકે છે. રાજનગર તીર્થ પરની વ્યવસ્થાની વાત કરીએ તો,
- દેરાસરના પરિસરમાં રહેવા માટે ધર્મશાળાની સગવડતા છે.
- આ સાથે નજીકમાં રહેવા માટે હોટલ તથા ગેસ્ટહાઉસની પણ વ્યવસ્થા છે.
- ત્યાં ભોજનશાળા પણ ઉપલબ્ધ છે.
- વિશેષમાં ત્યાની રતનપોળમાં આવેલ મરચીપોળની બંને ધર્મશાળાઓ ખૂબ પ્રસિદ્ધ છે.
તીર્થ પેઢી :
શ્રી ધર્મનાથ ભગવાન જૈન દેરાસર,
શેઠ હઠીસિંહ કેસરીસિંહ ટ્રસ્ટ હઠીભાઈની વાડી,
દિલ્હી દરવાજાની બહાર,
શાહીબાગ રોડ,
અમદાવાદ – 380004
સંપર્ક નંબર : 079-2180774