Almond Broccoli Soup બનાવવાની રીત અને તેમાં બનાવતી વખતે ઉપયોગમાં લેવામાં આવતી સામગ્રીઓ વિશે વિગતે માહિતી મેળવીએ. તો ચાલો Almond Broccoli Soup બનાવીએ.
Almond Broccoli Soup બનાવવાની રીત :
- સૌ પ્રથમ પેનમાં દુધ લો. દૂધ ગરમ થયા બાદ પલાળેલી બદામ ઉમેરો.
- હવે બોઇલ (બાફેલી) કરેલી બ્રોકોલી ઉમેરી થોડી વાર ચળવા દો.
- ચળ્યા બાદ બ્લેક પેપર પાવડર, મીઠું, ઓનીયન પાવડર અને ફ્રેશ ક્રીમ ઉમેરો.
- પછી ગ્રાઇન્ડરમાં ઉમેરી ક્રશ કરી લો. ત્યારબાદ ગ્રાઇન્ડ કરેલા સૂપને ફરીથી પેનમાં લઈ થોડું દૂધ ઉમેરો.
- હવે સર્વિગ બાઉલમાં લઇને ઓલીવ ઓઇલથી ગાર્નિશ કરી બ્રેડ સાથે સર્વ કરો
Almond Broccoli Soup બનાવવામાં જરૂર પડતી સામગ્રીઓ :
- દૂધ – 1 કપ
- બોઇલ બ્રોકોલી -200 ગ્રામ
- પલાળેલી બદામ- 2 થી 3 ચમચી
- ઓનીયન પાવડર- ½ ચમચી
- બ્લેક પેપર પાવડર-½ ચમચી
- મીઠું- સ્વાદ અનુસાર
- ફ્રેશ ક્રીમ- ½ કપ
- ગાર્નિશ માટે- આલીવ ઓઇલ