જૈન ધર્મના સત્તરમા તીર્થંકર ભગવાન Kunthunath થયાં. જે ભગવાન શાંતિનાથ પછી થયાં. હસ્તિનાપુરના મહારાજા વસુ અને મહારણી શ્રીદેવી એમનાં માતા-પિતા હતાં. પોતાના પૂર્વજન્મમાં ભગવાન કુંથુનાથ પૂર્વ-વિદેહની ખડ્ગી નગરીના મહારાજ સિંહાવહ હતાં. સંસાર અસાર લાગતા વૈરાગ્ય ધારણ કરી એમણે સંવરાચાર્ય પાસે દીક્ષા લઈ અર્હતસિદ્ધ ભક્તિ વગેરે વિશિષ્ટ બોલોની સાધના કરી તીર્થંકર નામકર્મ મેળવ્યું. સમાધિપૂર્વક દેહાંત કરી સર્વાર્થસિદ્ધ વિમાનમાં અહમિન્દ્રમાં રૂપમાં પ્રગટ્યાં.
ત્યાંથી સિંહાવહનો આત્મા શ્રાવણ કૃષ્ણ નોમના કૃત્તિકા નક્ષત્રમાં મહારાણી શ્રીદેવીના ગર્ભમાં પ્રવેશ્યો. રાત્રે મહારામીએ શુભ મંગળકારી ચૌદ સ્વપ્નો જોયાં. ગર્ભસમય પૂરો થતા વૈશાખ કૃષ્ણ ચૌદશના કૃત્તિકા નક્ષત્રમાં મહારાણીએ પુત્રરત્નને જન્મ આપ્યો. બાળક જ્યારે માતાના ગર્ભમાં હતો ત્યારે માતાએ કુંથુરત્નોની રાશિ જોઈ હોવાથી તેમના બાળકનું નામ કુંથુનાથ રાખવામાં આવ્યું હતું.
બાળપણ પૂરું થવાની સાથે Kunthunath ના વિવાહ રાજ કન્યાઓ સાથે કરાવી પિતાએ તેમને રાજ્યપદ સોંપ્યું. આમ 22 હજાર વર્ષ સુધી તેઓ માંડલિક રાજાના રૂપમાં રાજ્ય શાસન કરતા રહ્યાં. આ બાદ મહારાજ કુંથુનાથે છ ખંડો પર વિજયપતાકા લહેરાવી અને 23750 વર્ષ સુધી ચક્રવર્તી સમ્રાટના પદે રહ્યાં.
ભોગોમાં અનાસક્તિ ઉત્પન્ન થા દીક્ષા ધારણની એમની કામના જાણી લોકાંતિક દેવોએ સંયમમાર્ગે આગળ વધવા વિનંતી કરી, તો પ્રભુએ વર્ષીદાન આપી વૈશાખ કૃષ્ણ પંચમીએ કૃત્તિકા નક્ષત્રમાં એક હજાર ભૂપતિઓની સાથે દીક્ષાર્થે નિષ્ક્રમણ કર્યું. તથા વિધિવત્ દીક્ષા ધારણ કરી. દીક્ષા લેતાં જ એમેને મનઃપર્યવજ્ઞાનની ઉપલબ્ધિ મળી. બીજા દિવસે ચક્રપુર નગરના રાજા વ્યાઘ્રસિંહને ત્યાં તેમનું પહેલું પારણું થયું. છદ્મસ્થચર્યામાં એમમે વિધ-વિધ તપો કરીને 16 વર્ષ પછી સહસ્ત્રમ્રવન પહોંચી ધ્યાનમાં લીન થઈ ગયાં. ચૈત્ર શુક્લ તૃતીયાએ કૃત્તિકા નક્ષત્રના યોગમાં શુક્લધ્યાનના બીજા ચરણમાં તિલક વૃક્ષની નીચે મોહ અને અકજ્ઞાનનો સર્વ પ્રકારે નાશ કરી એમણે કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું.
કેવળી બન્યા પછી ભગવાન Kunthunath દેવ-મનુષ્યોનો બહોળા સમુદાયને શ્રુત-ચારિત્રધર્મનો બોધ આપી ચતુર્વિધ સંઘનું નિર્માણ કરી ભાવ-તીર્થંકર થયાં.