December 18, 2024
Jain World News
FeaturedJain DerasarJainism

મધ્યપ્રદેશના ખડોલ્યામાં આવેલુું કેશર વર્ણિયા શ્રી આદિનાથ ભગવાનનું દેરાસર

મધ્યપ્રદેશના ઈન્દોર જિલ્લાના દેપાલપુર તાલુકાના ખડોલ્યામાં આવેલું કેશર વર્ણિયા શ્રી આદિનાથ ભગવાન આ દેરાસરના મુળનાયક ભગવાન છે. મુળનાયક કેશર વર્ણિયા શ્રી આદિનાથ ભગવાન પદ્માસન મુદ્રામાં છે અને લાલ બદામી રંગના મુળનાયકની ડાબી બાજુએ શ્રી સુપાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ અને જમણી બાજુએ શ્રી સાંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ આવેલી છે. શ્રી મુળનાયક આદિનાથ ભગવાનની મૂર્તિ ખૂબ જ સુંદર અને પ્રાચીન પણ છે. લગભગ 350 વર્ષ જૂની છે. આ મંદિરમાં ધાતુથી બનેલી અને પથ્થરથી બનેલી સુંદર તીર્થંકરની મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી છે. શ્રી મણિભદ્ર વીર, પદ્માવતી માતા, ચક્રેશ્વરી માતા, શ્રી દાદા જીના દત્તા સૂરીજી અને અન્ય દેવ-દેવીઓની મૂર્તિઓ પણ અહીં છે. મંદિર સુંદર, સારી રીતે જાળવણી અને સારી ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી તૈયાર કરવામાં આવ્યું છે.

ખડોલ્યા એ ભારતના મધ્ય પ્રદેશ રાજ્યના ઈન્દોર જિલ્લાના દેપાલપુર તાલુકામાં આવેલું એક નાનું ગામ છે.  આમ ખડોલ્યા ઈન્દોર જિલ્લાથી ઉત્તર તરફ 36 કિમી દૂર સ્થિત છે. ઉપરાંત દેપાલપુરથી 17 કિ.મી. અને રાજ્યની રાજધાની ભોપાલથી 212 કિ.મી. દૂર છે. આગળ વાત કરીએ તો, ખડોલ્યાની નજીક આવેલા શહેરોમાં ઈન્દોર, પીથમપુર, રાઉ, ઉજ્જૈન છે.

ખડોલ્યા સુધી પહોંચવા રોડ રસ્તા સારી રીતે જોડાયેલ છે. રેલવે મારફતે આવવા માટે અજનોદ રેલ્વે સ્ટેશન, ફતેહાબાદ ચંદ્રાવતીગંજ જંકશન રેલવે સ્ટેશન એ ખડોલ્યાની નજીકના રેલવે સ્ટેશનો છે. ઉપરાંત હવાઈ મારફતે આવવા માટે ઈન્દોર એરપોર્ટ સુધી પહોંચવાનું રહે છે.

સરનામું:
ખડોલ્યા જૈન મંદિર, ખડોલ્યા, તહસીલ: દેપાલપુર, જિલ્લો: ઈન્દોર, મધ્ય પ્રદેશ, પિનકોડ – 453220

Related posts

જૈન ધર્મના 13માં તીર્થંકર શ્રી વિમલનાથ ભગવાન

admin

જૈન સિમ્બોલની આ બાબત તમે કદાચ જ જાણતાં હશો

admin

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 : ભાજપે 182 માંથી 160 ઉમેદવારોના નામ કર્યા જાહેર

admin

Leave a Comment