April 20, 2025
Jain World News
BollywoodEntertainment

Dhakad ફિલ્મમાં કંગનાની જોરદાર એક્શન, પરંતું દર્શકોને સ્ટોરીમાં કાંઈ દમ ના લાગ્યો

Dhakad ફિલ્મમાં કંગના રનૌત મુખ્ય રોલમાં જોવા મળી હતી. કંગનાની આ એક્શન ફિલ્મનું ટ્રેઈલર બહાર પાડવામાં આવ્યું ત્યારથી દર્શકોને કંગનાને લીડિંગ લેડીમાં જોવાની અપેક્ષા વધી હતી.

ફિલ્મ રિલીઝ થયાં પછી દર્શકો તેને નિહાળવા પહોંચ્યા હતાં. ફિલ્મ હોલિવૂડની ફિલ્મો જેવી જબરદસ્ત એક્શન સીકવન્સ હતી. તેની સાથે ટેક્નોલોજીને પણ ફિલ્મમાં પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું.  ફિલ્મની કહાનીને ડિરેક્ટર સાચા અર્થે સાર્થક કરી શક્યાં ન હતાં. ત્યારે ફિલ્મમાં જે રીતે ઈમોશનલ સીનને રજૂ કરવા જોઈતાં હતાં એ રીતે બતાવવામાં આવ્યાં ન હતાં. એટલે કે, માતા – પિતાના મોતનો બદલો લેવા વાળો સીન હોય કે, માસુમ બાળકોનો મુદ્દો આ બાબતે ફિલ્મની કહાની તમને ભાવાત્મક રીતે જોડવામાં અક્ષમ સાબિત થઈ હતી. ફિલ્મમાં લવ એંગલને પ્રાધાન્ય ન આપતાં તેમાં એક્શન પર વધુ પ્રભાવ પાડવામાં આવ્યું હતો. ત્યારે ફિલ્મને વધુ લાંબી લચક રીતે બતાવવામાં આવી છે.  ફિલ્મમાં આપવામાં આવેલ મ્યૂઝિકની વાત કરીએ તો, બાદશાહનું ‘શી ઈઝ ઓન ફાયર’ સિવાય બાકીના ગીતોમાં વધુ દમ જોવા મળ્યો ન હતો. અંતે ફિલ્મનો ક્લાઈમેક્સ પ્રિડિક્ટેબલ સાબિત થયો હતો.

Related posts

Aashram Season 3 નાં ટાઈટલમાં “એક બદનામ આશ્રમ” નો ઉલ્લેખ

admin

Netflix પર વિશ્વની ટોપ 10 ફિલ્મોમાં RRR નો દબદબો

admin

777 Charlie રિલીઝ થતાં જ સોશિયલ મીડિયામાં પ્રેમ-લાગણીનો થયો વરસાદ, મનુષ્ય અને શ્વાનની અદભૂત કહાની

admin

Leave a Comment