-
Blood Pressure ને નિયંત્રણમાં રાખવાનો દેશી ઉપચાર
-
છાતી, હ્રદય કે પડખામાં દુખાવો ઊપડે તો અપનાવો આ દેશી ઉપચાર
આજનાં દોડધામ ભર્યા જીવનમાં લોકો પોતાના સ્વાસ્થ્યની સંભાળ રાખવાનું ભુલી ગયાં છે. આ સાથે વધુ પડતાં ફાસ્ટ ફૂડ લેવાથી લોકોને યોગ્ય કેલેરી યુક્ત ખોરાક મળતો નથી. જેનાં કારણે આપણાં શરીરમાં ઘણીબધી બિમારીઓ જલ્દીથી પ્રવેશ કરે છે. હ્રદયરોગ એટલે કે બ્લડપ્રેસરની બિમારી પણ એમાંની એક છે. આજના સમયે બહારથી સ્વસ્થ અને તંદુરસ્ત દેખાતા વ્યક્તિને પણ હાર્ટ એટેક આવવાના કિસ્સા જોવા મળતાં હોય છે. ત્યારે બ્લડપ્રેસરને આયુર્વેદિક ઉપચારથી કઈ રીતે નિયંત્રણમાં રાખી શકાય એના વિશે જાણીએ.
બ્લડપ્રેસરને નિયંત્રણમાં રાખવાનો દેશી ઉપચાર :
- લસણને પીસીને દૂધમાં પીવાથી લોહીનું દબાણ નિયંત્રણમાં રહે છે.
- બે ચમચી મધમાં એક ચમચી લીંબુનો રસ મેળવીને સવાર સાંજ પીવાથી લોહીનું દબાણ ઘટે છે.
- એલચીના દાણા અને પીપરીમૂળ સરખે ભાગે ઘી સાથે ખાવાથી હ્રદય મજબૂત બને છે.
- ગાજરનો રસ પીવાથી હ્રદય મજબૂત બને છે.
- હ્રદયનો દુઃખાવો ઉપડે ત્યારે તુલસીનાં આઠદસ પાન અને બે ત્રણ કાળા મરી ચાવી જવા.
- છાતી, હ્રદય કે પડખામાં દુઃખાવો ઊપડે ત્યારે 10થી 20 ગ્રામ તુલસીનો રસ પીવો.
- શુદ્ધ ગોળ નિયમિત ખાવાથી હ્રદયરોગમાં રાહત અનુભવાય છે.
આમ ઉપર જણાવેલ આયુર્વેદિક ઉપચારને અનુસરવાથી બ્લડપ્રેસરની સમસ્યા માંથી છૂટકારો મેળવી શકશો.