Gujarati Film ક્ષેત્રે જોરદાર કોમેડીથી ભરપુર ફિલ્મની એંટ્રી થઈ છે. ધર્મેશ મહેતાની કોમેડી ફિલ્મ Jaysuk Zdpayo 3 જૂનના રોજ રિલીઝ કરવામાં આવી હતી. જેમાં જોની લીવર, જીમિત ત્રિવેદી, હાર્દિંક સાંગાણી, પૂજા જોશી, અનંગ દેસાઈ, સાંચી પેશ્વાની વગેરે ટેલેટેન્ડ એક્ટર્સ જોવા મળશે. Jaysuk Zdpayo એ એક કોમેડી ફિલ્મ છે. ફિલ્મના ડિરેક્ટર અને પ્રોડ્યૂસર ધર્મેશ મહેતાએ જણાવ્યું હતું કે ‘ આ ફિલ્મ ફન અને એન્ટરટેન્મેન્ટથી ભરપૂર છે, જે દર્શકો માટે સ્ટ્રેસ-બસ્ટર સાબિત થશે’
ફિલ્મમાં જયસુખનું પાત્ર ભજવનાર જીમિત ત્રિવેદીએ કહ્યું હતું કે, ‘મહામારીના કારણે આપણા ચહેરા પરનું સ્મિત છિનલાઈ ગયેલું. પરંતુ આ ફિલ્મને દર્શકો થિયેટરમાં નીહાળ્યા બાદ હસ્તાં હસ્તાં થિયટરમાંથી બહાર આવશે.’ જોની લીવરે ગુજરાતી ફિલ્મમાં કામ કરવાના અનુભવ વિશે વાત કરતાં કહ્યું હતું ‘ગુજરાતીઓ સાથે ગુજરાતના અલગ-અલગ સ્થળોએ લાઈવ શોમાં પર્ફોર્મન્સ કરીને મેં મારા કરિયરની શરૂઆત હતી. તેથી હું ગુજરાતી સારી રીતે બોલી શકું છું અને આ ફિલ્મમાં કામ કરવાનો અનુભવ અદ્દભુત રહ્યો’.
ફિલ્મમાં આપવામાં આવેલ મ્યુઝિકની વાત કરીએ તો, ફિલ્મમાં ત્રણ સોન્ગ છે અને ટાઈટલ સોન્ગ સુખવિંદર સિંહે ગાયું છે. જે સુખવિંદર સિંહનું પહેલું ગુજરાતી ગીત છે. અન્ય સોન્ગમાં ગુજરાતી અને ઈંગ્લિશનું મિશ્રણ કરીને ગાવામાં આવ્યું છે. જેમાં ભૂમી ત્રિવેદીએ પોતાનો સૂર આપ્યો છે. અન્ય રોમેન્ટિક સોન્ગમાં જાવેદ અલી તેમજ પલક મુંછાલે પોતાનો સુંદર તેમાં આપ્યો છે. ફિલ્મમાં મેધા અંતાની ગીતકાર તરીકે છે. સોન્ગને કમ્પોઝ કશ્યપ સોમપુરાએ કર્યા છે’.