જીવ અને સંસાર | તમને ક્યારેક એવું તો સાંભળવા મળ્યું જ હશે કે, આત્મા અમર છે અને આત્મા મિથ્યાત્વ આદિ કારણોને લીધે કર્મથી સંસારમાં રખડે છે. પરંતુ જો એનાથી વિરુદ્ધ માર્ગે ચાલો તો કર્મ અને સંસારથી છૂટી મોક્ષના રસ્તે પણે જઈ શકાય છે. આમ આ વિરુદ્ધ માર્ગ એટલે મિથ્યાત્વાદિથી વિરુદ્ધ સમ્યગ્દર્શનાદિનો માર્ગ. એટલે કે જેમ મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ એ સંસારનો માર્ગ છે. તેમ સમ્યવર્શન એ જ્ઞાન, વારિત્રાળિ મોક્ષમાર્ન અને ચારિત્રમાં તપનો સમાવેશ છે. એટલે જ કહેવાય કે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યક્ચારિત્ર અને સભ્યતપ એ મોક્ષનો માર્ગ ગણાય છે.
જીવ અનાદિકાળથી આ સંસારમાં અમર છે તેવું શાસ્ત્રમાં જણાવ્યું છે. પહેલાં માત્ર સૂક્ષ્મ અનંતકાય નિગોદ વનસ્પતિમાં જ જન્મ-મરણ થતો. જ્યારે કોઈ એક જીવ સંસારમાંથી મોક્ષ પામે અને ત્યારે તેની ભવ્યતા બળવાન હોય તેવા જીવનો વ્યવહાર રાશિમાં જન્મ થાય છે. આમ એ વ્યવહાર રાશિમાં આવ્યો ગણાય છે. ઘણી વખત એવું માનવામાં આવે છે કે, મરણ પછી જીવ સીધો ઉપર જ જાય છે. આમ અહીંથી જીવ સીધો ઉપર ચડે એવો નિયમ પણ નથી. પરંતુ આ બાબતે વિજ્ઞાન પણ અર્થાક પ્રયત્ન બાદ નિષ્ફળ નીવળું છે કે, માણસના મૃત્યુ પછી જીવ આખરે જાય છે ક્યાં?
જીવ સંસારમાં ભટકે એ પણ મોક્ષ ન મળવાનું કારણ હોય શકે. જ્યારે મોક્ષ ર્દષ્ટિ પણ ભવ્ય જીવને જ જાગે છે, અભવ્યને નહિં. એટલે જ કદાચ કહેવાતું હશે કે, ભવ્ય એટલે મોક્ષ પામવાની લાયકાતવાળો અને અભવ્ય એટલે મોક્ષની લાયકાત વિનાનો. કારણ કે એને મોક્ષની ક્યારેય શ્રદ્ધા જ નહિ થવાની અને સંસારનો પક્ષપાત નહિ છૂટવાનો. આવી સ્થિતિમાં દરેક માનવીના મનમાં ઘણા બધા પ્રશ્રો ઉભા થતાં હોય છે કે હું ભવ્ય હોઈશ કે નહિં?, મારો મોક્ષ નહિ થાય? આમ આ બધી જ પ્રક્રિયા કૂદરતને(ઈશ્વર) આધીન છે.