Jainism Means | જગતામાં અનેક ધર્મો પ્રચલિત છે. તેવામાં જૈન ધર્મની પોતાની એક વિશેષતા જોવા મળે છે. એટલે જ જૈન ધર્મનું સ્થાન અનોખું છે. ઘણાં મહાન જૈન અનુયાયો એવું જણાવે છે કે, જેમ સંસાર અનાદિ અનંત છે, તેમ જૈન ધર્મ પણ અનાદિ અનંત છે. ત્યારે ભારતીય કેટલાંય મહાન વિદ્વાનો જૈન ધર્મ વિશે પોતાના કેવા અભિપ્રાયો વ્યક્ત કરે છે અને જૈન ધર્મ અંગેના તેમના વિચારો જાણીએ.
“હું મારા દેશવાસીઓને બતાવીશ કે જૈન ધર્મ અને જૈનાચાર્યોમાં કેવા ઉત્તમ નિયમ અને ઊંચા વિચાર છે જેઓનું સાહિત્ય બૌદ્ધના સાહિત્યથી વધારે ચડિયાતુ છે અને જેમ જેમ હું જૈન ધર્મ અને તેના સાહિત્યને સમજતો જાઉં છું તેમ તેમ હું તેને વધુ પસંદ કરતો જાઉં છું…” – ડૉ. જોન્સ હર્ટલ (જર્મની)
“અહિંસા તત્વના સૌથી વધુ મહાન પ્રચારક મહાવીર સ્વામી જ હતાં.” – ગાંધીજી
“બ્રાહ્મણ અને હિન્દુ ધર્મમાં માંસ ભક્ષણ અને મદિરાપાન બંધ થઈ ગયા એ પણ જૈન ધર્મનો પ્રતાપ છે.” – લોકમાન્ય તિળક
“જૈન કે બૌદ્ધો સંપૂર્ણ પણે ભારતીય છે પરંતુ તેઓ હિન્દુ નથી.” – પંડિત જવાહરલાલ નહેરૂ
“મહાવીરે દુંદુભિનાદમાં હિન્દમાં સંદેશો ફેલાવ્યો કે ધર્મ વાસ્તવિક સત્ય છે. કહેતાં આશ્રર્ય થાય છે કે આ સંદેશે-શિક્ષણે દેશને વશીભૂત કરી લીધો…” – ડૉ. રવીન્દ્રનાથ ટાગોર
“જૈન ધર્મ પોતાના અહિંસાના સિદ્ધાંતને લીધે વિશ્વ ધર્મ થવા માટે સંપૂર્ણ યોગ્ય છે.” – ડૉ. રાજેન્દ્ર પ્રસાદ
ભારતનાં અનેક મહાન વિદ્ધાનો મતાનુસાર જૈન ધર્મ અન્ય ધર્મોની તુલનાએ ઘણી વિશેષતા ધરાવે છે. કેટલાય મહાન વિદ્ધાનોના કહેવા પ્રમાણે જૈન ધર્મ વિશ્વ કક્ષાએ પોતાનું આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે અને વિશ્વ ધર્મની હરોળમાં આગળ છે. આમ કેટાલાંય મહાન વિદ્ધાનોએ જૈન ધર્મ વિશે પોતાના અભિપ્રાયો વ્યક્ત કર્યા છે. Jainism Means