જૈન ધર્મ વિશેષ | જૈન ધર્મમાં અત્યાર સુધી કુલ ચોવિસ તીર્થંકરો થઈ ગયા છે. જૈન ધર્મનાં ચોવિસમાં તીર્થંકર ભગવાન મહાવીર છે. જૈન ધર્મનો પાયો નાખવામાં ભગવાન મહાવીરનો મહત્વપૂર્ણ ફાળો છે. જૈન તત્વજ્ઞાન પ્રમાણે બધા જ તીર્થંકરો એકવાર તો સામાન્ય મનુષ્ય જ હતાં. પણ ધ્યાન અને આત્મજ્ઞાન દ્રારા તેમણે પૂર્ણજ્ઞાન પ્રાપ્ત કર્યું. આમ જૈનોમાં તેઓ ઈશ્વર તરીકે ઓળખાય છે. એટલે જ તીર્થંકર એટલે શું? ચાલો તેના વિશે જાણકારી મેળવીએ.
જૈન તીર્થંકર વિશેષ આર્ટિકલ વાંચવા અહીં ક્લિક કરો
જેનાથી સંસાર તરાય તે તીર્થ. સાધુ-સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા એમ ચતુર્વિધ સંધ એ તીર્થ કહેવાય. આમ કરનારને તીર્થંકર કહેવાય છે. એટલે કે જ્યારે પ્રભુ તીર્થંકર થાય અને કેવળજ્ઞાની બને ત્યારે તેમને ચાર ઘાતી કર્મોનો ક્ષય થાય છે અને ચાર અઘાતી કર્મો બાકી રહે છે. તેવા કેવલીપણે વિચરતા સંઘની સ્થાપના કરનારાને અરિહંત પ્રભુ કહેવાય છે. તે તીર્થંકર પ્રભુ છે.
જૈન ધર્મ વિશેષ | ગયા જન્મોમાં એવી ઉમદા ભાવના થાય કે, મારે એવી શક્તિ ક્યારે આવશે કે જેના થકી હું સર્વ જીવોને ધર્મના રાહે દોરી જાવ અને ધર્મના રસિક બનાવું. આમ આવી પરોપકાર કરવાની સર્વોત્તમ ભાવના વ્યક્તિમાં જાગે તો તે તીર્થંકર નામકર્મમાં બંધાય છે. આ તીર્થંકર થનારા જીવો વચ્ચે એકાદ દેવ-નગરની સફર કરીને અંતે મનુષ્ય બને ત્યારે તે તીર્થંકર થાય છે.